વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો UAEનો પાસપોર્ટ, શું છે ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ?
United Arab Emirates passport ranking: વર્ષ 2024ની શરૂઆત થતાં જ વૈશ્વિક નાગરિકતા નાણાકીય સલાહકાર ફર્મ (A global citizenship financial advisory firm) આર્ટન કેપિટલ (Arton Capital)એ…
ADVERTISEMENT
United Arab Emirates passport ranking: વર્ષ 2024ની શરૂઆત થતાં જ વૈશ્વિક નાગરિકતા નાણાકીય સલાહકાર ફર્મ (A global citizenship financial advisory firm) આર્ટન કેપિટલ (Arton Capital)એ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પાસપોર્ટ ઈન્ડેક્સ બહાર પાડ્યો છે. આ ઈન્ડેક્સમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પાસપોર્ટને સૌથી પાવરફુલ (શક્તિશાળી) પાસપોર્ટ માનીને પ્રથમ સ્થાન આપ્યું છે. UAEના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 છે અને આ પાસપોર્ટ સૌથી શક્તિશાળી ટ્રાવેલ ડોક્યુમેન્ટ બન્યું છે.
123 દેશોમાં કરી શકે છે વિઝા ફ્રી એન્ટ્રી
UAE પાસપોર્ટ ધારકો અગાઉ વિઝા લીધા વગર 130 દેશોની યાત્રા કરી શકે છે અને વિઝા ઓન અરાઈવલવાળા 50 દિશોમાં જઈ શકે છે. UAEનો પાસપોર્ટ એટલો પાવરફુલ છે કે પાસપોર્ટધારક 123 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે.
આ કારણે પાસપોર્ટ બન્યો આટલો પાવરફુલ
ગલ્ફ ટુડેના એક રિપોર્ટ અનુસાર, UAEના પાસપોર્ટને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણાવતા આર્ટન કેપિટલે કહ્યું કે, UAEએ સકારાત્મક કૂટનીતિ અપનાવી છે જેના કારણે તેનો પાસપોર્ટ આટલો મજબૂત બન્યો છે.
ADVERTISEMENT
બીજા અને ત્રીજા નંબરે આ દેશો
આ યાદીમાં બીજા નંબરે જર્મની, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી અને નેધરલેન્ડ સહિત ઘણા દેશો છે, જેમનો મોબિલિટી સ્કોર 178 છે. એટલે કે આ દેશોના પાસપોર્ટ ધારકો 178 દેશોમાં પ્રવાસ કરી શકે છે. ત્રીજા નંબરે સ્વીડન, ફિનલેન્ડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડ છે, જેનો મોબિલિટી સ્કોર 177 છે.
ભારતનો પાસપોર્ટ કેટલો પાવરફુલ?
આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતના પાસપોર્ટની વૈશ્વિક રેન્કિંગ 66 નિર્ધારિત કરવામાં આવી છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 77 છે, એટલે કે પાસપોર્ટ ધારકો 77 દેશોમાં મુસાફરી કરી શકે છે. ભારતીય પાસપોર્ટ ધારકો 24 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે.
ADVERTISEMENT
પાકિસ્તાનનો મોબિલિટી સ્કોર 47
આ યાદીમાં સૌથી નીચેના દેશોમાં પાકિસ્તાન સામેલ છે. પાકિસ્તાની પાસપોર્ટને 47 મોબિલિટી સ્કોર મળ્યો છે. પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા લોકો વિશ્વના માત્ર 11 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT