પરગલ આર્મી કેમ્પમાં બે આત્મઘાતી હુમલાખોરો ઠાર, ત્રણ જવાનો થયા શહીદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતમાં સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના પરગલમાં ઉરી હુમલા જેવું ષડયંત્ર આતંકીઓએ ઘડી હતું. કેટલાક આતંકવાદીઓએ આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા આ આતંકીઓનું ષડયંત્ર નિષફળ કર્યું હતું.

આ આર્મી કેમ્પ રાજૌરીથી પરગલ કેમ્પથી 25 કિમીના અંતરે છે. 11 રાષ્ટ્રીય રાઈફલ્સ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકીઓએ આર્મી કેમ્પમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જો કે આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાને લઈને હવે સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ ધારાલ પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર આવેલી અન્ય સૈન્ય ટીમને પણ છાવણી તરફ મોકલી દેવામાં આવી છે. માનવામાં આવે છે કે આતંકવાદીઓએ ઉરી જેવો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસ નિષફળ રહ્યો હતો.

બુધવારે લતીફ સહિત 3 આતંકી ઠાર
આજની કાર્યવાહી પહેલા ગઈ કાલે બુધવારે બડગામમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં લતીફ રાથરને પણ ઠાર કરવામાં આવ્યો હતો. લતીફ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. લતીફ 10 વર્ષથી સક્રિય હતો. તે 2012માં શ્રીનગર હાઈવે હુમલામાં પણ સામેલ હતો. જેમાં 8 જવાનો શહીદ થયા હતા.

ADVERTISEMENT

2016માં થયો હતો ઉરી હુમલો
ભારતમાં વર્ષ 2016માં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં 19 જવાનો શહીદ થયા હતા. તે જ્યારે 30 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. જેમાં ચારેય આતંકીઓ માર્યા ગયા હતા. ભારતે આ ઘટનાનો વળતો જવાબ આપ્યો હતો. ભારતે પીઓકેમાં પ્રવેશ કર્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદી લોન્ચ પેડ્સનો ભારતે નાશ કર્યો હતો.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT