બે બહેનોએ એક જ છોકરા સાથે લગ્ન કર્યા, જાણો શું કહ્યું વરરાજાએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજસ્થાન: ટોંક જિલ્લામાં એક યુવકના બે છોકરીઓ સાથે લગ્નનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. હરિઓમ મીના નામના શિક્ષિત યુવકના લગ્ન બે બહેનો સાથે એવી રીતે થયા કે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ લગ્નની ખાસ વાત એ છે કે, લગ્ન માટેના આમંત્રણ પત્રો છપાયા અને વહેંચવામાં પણ આવ્યા. આ સાથે હરિઓમના સમગ્ર પરિવાર, મિત્રો અને સમાજના લોકોએ પણ આ અનોખા લગ્નમાં ભાગ લીધો હતો.

લગ્ન માટે રાખી આ શરત
આ કિસ્સો ઉનિયારા સબડિવિઝનના મોરઝાલાની ઝુંપડી ગામનો છે. હરિઓમે જણાવ્યું કે પરિવારના સભ્યો તેના લગ્ન માટે છોકરી શોધી રહ્યા હતા. આ દરમિયાન સિદડા ગામના રહેવાસી બાબુલાલ મીણાની મોટી દીકરી કાન્તા સાથે સંબંધનોની વાત ચાલી હતી. આ પછી જ્યારે યુવકનો પરિવાર સિદડા ગયો તો યુવતી કાંતાએ પોતાના દિલની વાત કહી કે તેને તેની નાની અને માનસિક રીતે નબળી બહેન સુમન પ્રત્યે ખૂબ જ લગાવ છે. તે એ જ યુવક સાથે લગ્ન કરશે જે તે બે બહેનો સાથે લગ્ન કરશે.

ADVERTISEMENT

હરિઓમના જણાવ્યા અનુસાર, એકવાર તે અને તેના પરિવારના સભ્યો આ સ્થિતિ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પરંતુ જ્યારે કાન્તાએ કહ્યું કે નાની બહેન સુમનની આખી જીંદગી સંભાળ રાખવા માંગે છે, ત્યારે તેને બંને બહેનોના અતૂટ સ્નેહનો અહેસાસ થયો. ત્યારબાદ છોકરાના પરિવારજનો આ લગ્ન માટે સંમત થયા.

નિમંત્રણ પત્રિકામાં દુલ્હન તરીકે બંને યુવતીઓના નામ
હરિઓમના પરિવારે આ અનોખા લગ્ન સમારોહનું આયોજન કર્યું હતું જે 5 મેના રોજ ધામધૂમથી યોજાયો હતો. કાર્ડ પ્રિન્ટ કરીને વહેંચવામાં આવ્યા હતા. દુલ્હન તરીકે, બંને બહેનોએ અગ્નિના સાક્ષી તરીકે હરિઓમ સાથે લગ્નમંડપમાં એકસાથે સપ્તપદી પૂર્ણ કરી. હરિઓમના સાસરે આવતાં જ નવદંપતીઓને તમામ પરંપરાઓ સાથે ઘરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને અન્ય વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

કાન્તા ઉર્દૂમાંથી B.Ed છે જ્યારે સુમન 8મું પાસ
વરરાજા હરિઓમે જણાવ્યું, તે પોતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. જ્યારે તેમની પત્ની કાન્તા ઉર્દૂમાંથી બીએડ છે. કાન્તાની નાની બહેન એટલે કે હરિઓમની બીજી પત્ની સુમન માનસિક નબળાઈને કારણે માત્ર 8મા ધોરણ સુધી જ ભણી શકી હતી.

ADVERTISEMENT

નાની બહેનને છોડી ન શકી
કન્યા કાંતાએ જણાવ્યું કે તે તેની નાની બહેન સુમનને પડછાયાની જેમ પોતાની સાથે રાખે છે. આવી સ્થિતિમાં તે ઈચ્છતી ન હતી કે તેના લગ્ન બીજે ક્યાંક થાય અને તે હેરાન થાય . તેથી, તેણીએ વિચાર્યું હતું કે તે એ જ યુવક સાથે લગ્ન કરશે, જે અમે બંને બહેનોને એકસાથે પરણશે અને હરિઓમ તે માટે સંમત થયો.

હરિઓમની પહેલને ઉદાહરણ તરીકે માની રહ્યા છે
હરિઓમે કહ્યું કે જ્યારે આ લગ્ન વિશે મિત્રો સાથે ચર્ચા થઈ તો કોઈએ તેમને સમજી વિચારીને નિર્ણય લેવાની સલાહ આપી. સાથે જ કેટલાકે તેની મજાક પણ ઉડાવી હતી. પરંતુ હવે દરેક વ્યક્તિ હરિઓમ અને તેના પરિવાર દ્વારા લેવામાં આવેલા પગલાના વખાણ કરી રહ્યા છે. નવા પરણેલા વરનું કહેવું છે કે તે પત્નીઓને પણ એવી રીતે રાખશે કે તેઓને ક્યારેય કોઈ રીતે દુઃખ ન થાય અને બંને વચ્ચેનો પરસ્પર સ્નેહ એવો જ રહે.

    follow whatsapp

    ADVERTISEMENT