બ્રહ્માકુમારી આશ્રમમાં બે બહેનોનો આપઘાત, સુસાઈડ નોટમાં આરોપીઓને આસારામ જેવી સજા અપાવવા માંગ કરી
UP News: યુપીના આગ્રામાં ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી આશ્રમમાં (Brahmakumari Ahsram) રહેતી બે સગી બહેનોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના…
ADVERTISEMENT
UP News: યુપીના આગ્રામાં ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે પ્રજાપતિ બ્રહ્માકુમારી આશ્રમમાં (Brahmakumari Ahsram) રહેતી બે સગી બહેનોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના આગરાના જગનેરમાં બની હતી. આત્મહત્યા કરતા પહેલા બંને બહેનોએ ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી છે જેમાં સંસ્થાના ચાર લોકો પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.
એટલું જ નહીં, સુસાઈડ નોટમાં બંને બહેનોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે આરોપીઓને આસારામ બાપુ જેમ આજીવન કેદની સજા આપવાની માંગ કરી છે. બંને બહેનોની ત્રણ પાનાની સુસાઈડ નોટમાં એવી બાબતોનો ઉલ્લેખ છે જેના કારણે તેમને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું.
સુસાઈડ નોટમાં બહેનોએ શું લખ્યું?
સુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘યોગીજી, હું વિનંતી કરું છું કે આ પાપીએ બંને બહેનો સાથે ગદ્દારી કરી છે. માઉન્ટ આબુમાં કામ કરતા નીરજ સિંઘલે અમને ખાતરી આપી હતી કે અહીં સેન્ટર બન્યા બાદ તેઓ અમારી સાથે રહેશે, પરંતુ ત્યાર બાદ તેમણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બંને બહેનોએ જણાવ્યું છે કે, તેઓ સેન્ટર ખોલવાને લઈને એક વર્ષથી ચિંતિત હતા અને આ માટે આશ્રમના ચાર લોકો નીરજ સિંઘલ, ધોલપુરના તારાચંદ, નીરજના પિતા અને ગ્વાલિયરના આશ્રમમાં રહેતી એક મહિલા જવાબદાર બતાવતા પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
25 લાખ રૂપિયા પડાવી લેવાનો આરોપ
સુસાઈડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ લોકો (આરોપીઓ)ના ગ્વાલિયરમાં રહેતી એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. બંને બહેનોએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, અમારા પિતાએ પ્લોટ માટે આશ્રમ સાથે જોડાયેલા લોકોને 7 લાખ રૂપિયા આપ્યા હતા. ગરીબ માતાઓ પાસેથી 18 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા, જે આરોપીઓએ પડાવી લીધા હતા. પૈસા પડાવવાની સાથે તેઓ મહિલાઓ સાથે અનૈતિક કામો પણ કરે છે. તેમણે આગળ લખ્યું કે, કેન્દ્રના 25 લાખ રૂપિયા ત્યાં રહેતી ગરીબ માતાઓ અને બહેનોના છે અને તેમને જ મળવા જોઈએ. બંને બહેનોએ આગળ લખ્યું છે કે તેણે (આરોપી) પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો અને અફવા ફેલાવી હતી કે તેણે સેન્ટર બનાવ્યું છે. હું સોગંદ ખાઈને કહું છું કે કેન્દ્રમાં તેનો પૈસો પણ રોકાયો નથી.
સુસાઇડ નોટમાં ચાર લોકોનો ઉલ્લેખ છે
સુસાઇડ નોટમાં ગુડ્ડન નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુપીના મુખ્યમંત્રીને સંબોધીને આગળ લખવામાં આવ્યું છે કે તે ખૂબ જ વ્યભિચારી છે અને તેણે પોતાની પુત્રવધૂને પણ છોડી નથી અને તેની સાથે ગેરકાયદેસર સંબંધો છે. સુસાઈડ નોટમાં બંને બહેનોએ આગળ લખ્યું છે કે, ‘ઘણી બહેનો (મહિલાઓ) આત્મહત્યા કરે છે અને આ લોકો (આરોપીઓ) તેને છુપાવે છે. અમારી બંને બહેનો સાથે દગો થયો છે. પાપી નીરજ સિંઘલ માઉન્ટ આબુમાં મોર્ડન કંપનીમાં કામ કરે છે. ગ્વાલિયર મોતી ઝિલની પૂનમ, તેના પિતા તારાચંદ અને તેની બહેનના સસરા ગુડ્ડન જે જયપુરમાં રહે છે. તે 15 વર્ષથી અમારી સાથે રહેતો હતો અને ખોટું બોલતો હતો. અમે કોઈ ભૂલ કરી નથી. અમારા તમામ નાણાં કેન્દ્રના નિર્માણમાં ખર્ચવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સુસાઈડ નોટમાં બંને બહેનોએ સીએમ યોગીને અપીલ કરી અને આગળ લખ્યું, ‘યોગી જી, નીરજ, તારાચંદ અને ગુડ્ડન, ત્રણેયને આજીવન કેદની સજા થવી જોઈએ. હું ફરીથી કહીશ કે અમે એકલા હોવાના ડરથી આ બધું કર્યું, તેઓએ અમારા કેન્દ્રના પૈસાથી ફ્લેટ ખરીદ્યો. તેણે ધોલપુરમાં પણ ઘણા લોકોના પૈસાની ઉચાપત કરી છે. આ લોકો વ્યાજ પર પૈસા લાવે છે અને પછી તેના પર કેસ દાખલ કરે છે. આ બધામાં પૂનમ, સવિતા અને રશ્મિ પણ સામેલ છે. અમારા બંનેની જિંદગી બગાડવામાં તેમનો પણ હાથ છે.
ADVERTISEMENT
પોલીસે કરી બે લોકોની ધરપકડ
તમને જણાવી દઈએ કે મૃતક બહેનોમાં શિખા (ઉંમર-32 વર્ષ)એ એક પાનાની સુસાઈડ નોટ લખી છે, જ્યારે તેની મોટી બહેન એકતા (ઉંમર-38 વર્ષ) એ બે પાનાની સુસાઈડ નોટ લખી છે. સુસાઈડ નોટમાં શિખાએ ઉલ્લેખ કર્યો છે કે બંને બહેનો છેલ્લા એક વર્ષથી પરેશાન હતી.
આ મામલે ACPએ કહ્યું કે તમામ આરોપીઓ બહારના છે, તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે અને બે લોકોને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT