અમેરિકામાં 80 હજાર ડોલરની છેતરપિંડી મામલે આણંદના પૂર્વ ધારાસભ્યના પુત્ર સહિત 2ની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમેરિકામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સંડોવણી હોવાનું જણાવીને અમેરિકન મહિલા પાસેથી 80 હજાર ડોલર પડાવી છેતરપિંડી કરવાના ગુનામાં અમેરિકાની પોલીસે આણંદના ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલના પુત્ર પાર્થ પટેલ સહિત બે ભારતીયોની ધરપકડ કરી છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં મહિલાની સંડોવણી હોવાનું કહી પૈસા માગ્યા
વિગતો મુજબ, અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 69 વર્ષની અમેરિકન મહિલાને iPad પર મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, મહિલાના બેંક એકાઉન્ટ સાથે ચેડા કરવામં આવ્યા છે, જેથી આપેલા નંબર પર ફોન કરો. મહિલાએ નંબર પર ફોન કરતા સામેની વ્યક્તિએ તેને પોતાની વાતોમાં રાખીને તે પ્રતિબંધિત ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં શંકાસ્પદ હોવાનું જણાવ્યું અને મહિલાએ ચીનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 30 હજાર ડોલરમાં ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલો થાળે પાડવા માટે મહિલા પાસેથી 30 હજાર ડોલરની માગણી કરવામાં આવી હતી.

મહિલાએ પોલીસને જાણ કરતા પકડાયા
આ બાદ બીજા દિવસે ફરીથી ભેજાબાજોએ ફોન કર્યો અને વધુ 50 હજાર ડોલર કાગળની થેલીમાં મૂકવા જણાવ્યું હતું. જેથી મહિલાએ અમેરિકાની પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રેપ ગોઠવી અને મહિલા પાસેથી કાગળની બેગમાં પૈસા મૂકાવ્યા. જેવા બે યુવકો પૈસા લેવા આવ્યા તેમને પોલીસે પકડી લીધા. પોલીસની પૂછપરછમાં બંને યુવકો ભારતીય હોવાનું સામે આવ્યું હતું.

ADVERTISEMENT

બંને આરોપી ભારતીય
આરોપીઓમાંથી એક 33 વર્ષનો પાર્થ પટલે અને બીજો 25 વર્ષનો જયરામી કુરુગુંટલા હોવાનું જાણવા મળી રહ્યું છે. પાર્થ પટેલ દસેક વર્ષ પહેલા અમેરિકાામં સ્થાયી થયો હતો અને તે આણંદના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન પટેલનો પુત્ર છે.

    follow whatsapp

    ADVERTISEMENT