Gold Smuggling: યુવક ટોયલેટ જતાં નીકળવા લાગ્યું સોનું, પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ
યુવક સાઉદી અરેબિયાથી સોનાની દાણચોરી કરીને ગાઝિયાબાદ થઈને રામપુર જઈ રહ્યો હતો સોનાની ગોળી બનાવીને સાઉદી અરેબિયામાં ગળી જતો પેટમાંથી 12 સોનાના સિક્કા મળી આવ્યા…
ADVERTISEMENT
- યુવક સાઉદી અરેબિયાથી સોનાની દાણચોરી કરીને ગાઝિયાબાદ થઈને રામપુર જઈ રહ્યો હતો
- સોનાની ગોળી બનાવીને સાઉદી અરેબિયામાં ગળી જતો
- પેટમાંથી 12 સોનાના સિક્કા મળી આવ્યા
Ghaziabad Police: ગાઝિયાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ડોક્ટરોએ યુવકને ઝાડા-ઉલટીની દવા આપી ત્યારે તેના પેટમાંથી સોનાના સિક્કા નીકળવા લાગ્યા. મોડી રાતથી આ યુવકને દર અડધા કલાકે દવાનો ડોઝ આપવામાં આવી રહ્યો હતો અને સિક્કા પડવાનો ક્રમ ચાલુ રહ્યો. આ યુવક સાઉદી અરેબિયાથી સોનાની દાણચોરી કરીને ગાઝિયાબાદ થઈને રામપુર જઈ રહ્યો હતો. ગાઝિયાબાદના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
સોનાની ગોળી બનાવીને સાઉદી અરેબિયામાં ગળી ગયા
પોલીસના જણાવ્યા અનુસાર, આજે ગાઝિયાબાદ બસ સ્ટેન્ડ પર એક તસ્કર હોવાની માહિતી મળી હતી. કહેવામાં આવ્યું હતું કે આરોપી સાઉદી અરેબિયાથી (Saudi Arabia) આવી રહ્યો હતો અને ગાઝિયાબાદ થઈને રામપુર જવાનો હતો. આ માહિતીના આધારે પોલીસે ઘેરો ઘાલ્યો અને બે યુવકોને પકડી લીધા. પૂછપરછ દરમિયાન, આ આરોપીઓએ પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પોલીસ કડક થઈ ત્યારે તેઓએ કહ્યું કે તેઓ સોનાની ગોળી બનાવીને સાઉદી અરેબિયામાં ગળી ગયા હતા.
આ કન્સાઈનમેન્ટ રામપુર લઈ જવાનું હતું
સોનાના આ કન્સાઈનમેન્ટ લઈને તે રામપુર જઈ રહ્યો હતો. આ ખુલાસા બાદ પોલીસ આરોપીને લઈને એમએમજી હોસ્પિટલ પહોંચી. જ્યાં તબીબોએ તેને ઝાડા-ઊલટીની દવા આપી હતી. આ દરમિયાન આ આરોપીઓના પેટમાંથી 12 સોનાના સિક્કા મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, એક તસ્કરને રજા આપવામાં આવી છે, જ્યારે બીજાને દર અડધા કલાકે ઝાડા માટે દવા આપવામાં આવી અને પેટમાંથી સિક્કા નીકળવાની પ્રક્રિયા ચાલુ રહી હતી.
ADVERTISEMENT
પાંચ કે છ વખત આ જ રીતે સોનાની દાણચોરી કરી
પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય શંકાસ્પદ યુવક છેલ્લા કેટલાક વર્ષોથી મધ્ય પૂર્વમાં કામ કરતો હતો અને તેણે લગભગ પાંચ કે છ વખત આ જ રીતે સોનાની દાણચોરી કરી હતી અને દરેક સફરમાં તેને લગભગ ₹40,000-50,000ની કમાણી થઈ હતી.
પોલીસ રેકેટની તપાસમાં વ્યસ્ત
પોલીસના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ આ કેસની તપાસ કરી રહી છે. આ બંને તસ્કરોની ધરપકડ બાદ પોલીસે દાણચોરીના ચેઈન રૂટ અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવાની કવાયત શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ગેંગમાં સામેલ કેટલાક લોકોના નામ અને ગુનામાં તેમની ભૂમિકાનો પણ ખુલાસો કર્યો છે. જોકે, પોલીસ હજુ પણ આ તમામ નામોની ખરાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT