Big News: છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ IED બ્લાસ્ટ થતાં હડકંપ, CRPFના 2 જવાન ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ નક્સલી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે નક્સલવાદીઓએ દંતેવાડાના બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મ અંજામ આપ્યો છે. IED બ્લાસ્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. IED બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બંને જવાનો સારવાર હેઠળ

આ ઘટના બરસૂર પલ્લી રોડ પર બની હતી, જ્યાં 195મી બટાલિયનના જવાન એક પુલની પાસે બેનર પોસ્ટરો હટાવવામાં લાગેલા હતા. દંતેવાડા પોલીસે જણાવ્યું કે, “ઈજાગ્રસ્ત બંને જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.”

ADVERTISEMENT

થોડા દિવસ અગાઉ પણ થયો હતો હુમલો

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન પણ ધમતરીમાં CRPFની ટીમ પર નક્સલી હુમલો થયો હતો. પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર નક્સલવાદીઓએ એક પછી એક IED બ્લાસ્ટ કર્યા. આ દરમિયાન બાઈક પર સવાર બે સીઆરપીએફ જવાનોનો માંડ-માંડ બચ્યા. સ્થળ પર બે IEDની પુષ્ટિ થઈ હતી. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓએ આ બ્લાસ્ટ કર્યો હતો.

આવતીકાલે યોજાવાની છે મતગણતરી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે એટલે કે 3જી ડિસેમ્બરે યોજાવાની છે. આવી સ્થિતિમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નક્સલી ઘટના બાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT