‘બંધ કરી દઈશું, દરોડા પાડીશું…’ Twitterના પૂર્વ CEOએ ભારત સરકાર પર ધમકાવવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી: ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ એક વીડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેમને ખેડૂત આંદોલનને કવર…
ADVERTISEMENT
નવી દિલ્હી: ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ એક વીડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેમને ખેડૂત આંદોલનને કવર કરતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે તે એકાઉન્ટને પણ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેઓ આંદોલન માટે સરકારનો વિરોધ કરી રહ્યા હતા.
વાસ્તવમાં, યુટ્યુબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટ્સ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન જેક ડોર્સીએ જણાવ્યું કે, તેમને ભારત તરફથી ઘણી વિનંતીઓ મળી હતી. ટ્વિટર પર આ વીડિયો ક્લિપ ટ્વીટ કરાઈ છે. વાસ્તવમાં, ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે જેક ડોર્સીને પૂછવામાં આવ્યું કે શું તમને પાછલા વર્ષોમાં વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો.
ઘણા એકાઉન્ટને બ્લોક કરવાા વિનંતી આવી
તેના જવાબમાં જેક ડોર્સીએ કહ્યું છે કે, ભારતને ઉદાહરણ તરીકે લઈએ, જ્યાંથી તેમને આવી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં ખેડૂતોના વિરોધને લઈને વિનંતીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને તેમાં એવા પત્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે સરકારની ટીકા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને એવું લાગી રહ્યું છે કે જો ટ્વિટર આવું નહીં કરે તો ભારતમાં ટ્વિટર બંધ થઈ જશે અને ભારતમાં સ્થિત ટ્વિટર કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે. ઉપરાંત, તેમણે કહ્યું છે કે ભારત એક લોકશાહી દેશ છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, ડોર્સીના દાવા ખોટા છે. મંત્રીએ કહ્યું કે ટ્વિટર અને તેની ટીમ ડોર્સીના કાર્યકાળ દરમિયાન સતત ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી હતી. ચંદ્રશેખરના જણાવ્યા અનુસાર, 2020 થી 2022 સુધી નિયમો ઘણી વખત તોડવામાં આવ્યા હતા.
ભારતની સરખામણી તુર્કી સાથે
જેક ડોર્સીએ ભારતની તુલના તુર્કી સાથે કરી અને કહ્યું કે તુર્કીમાં પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, તુર્કીની સરકારે તુર્કીમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી, જે ઘણી વખત સરકાર સાથે કોર્ટની લડાઈમાં જતું હતું અને પછી જીતી જતું હતું. જણાવી દઈએ કે વર્ષ 2021માં ભારત સરકાર ત્રણ કૃષિ કાયદા લાવી હતી, જેને વિરોધ બાદ પરત ખેંચવામાં આવ્યા હતા. નવેમ્બર 2020 ની આસપાસ શરૂ થયેલા ભારતની રાજધાની દિલ્હીની સરહદ પર હજારો ખેડૂતોએ આ બિલનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
Twitter અને પોલિસી
ટ્વિટર પર કન્ટેન્ટ મોડરેશન અંગે ઘણી વખત આક્ષેપો થયા છે. ટ્વિટર ડીલ પછી જ્યારે એલોન મસ્કે કંપનીની કમાન સંભાળી ત્યારે તેમણે તત્કાલીન પોલિસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી હાંકી કાઢ્યા. ડીલ દરમિયાન પણ મસ્કે કર્મચારીઓ સાથે વાતચીત દરમિયાન ઘણી વખત વિજયા પર નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
જેક ડોર્સીના સમયથી, ટ્વિટરમાં પોલિસી હેડ વિજયા ગડ્ડે હતા. વિજયાએ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય પણ લીધો હતો. Twitter એ કેટલીક કંપનીઓમાંની એક છે જેણે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, ડોર્સીએ 29 નવેમ્બર 2021 ના રોજ ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
તાજેતરમાં, તેમણે બીજું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જે ટ્વિટર જેવું જ છે. જેકે iOS પર BlueSky લોન્ચ કર્યું છે. આ એપ ટ્વિટરનું રિબ્રાન્ડેડ વર્ઝન લાગે છે, પરંતુ આમાં ડોર્સીએ ડિસેન્ટ્રલાઈઝ્ડ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. એટલે કે આ એપ ડિસેન્ટ્રલાઈઝ્ડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.
ADVERTISEMENT