Twitterએ ન્યૂઝ એજન્સી ANI, NDTVનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું, મેઈલ મોકલીને જણાવ્યું કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જ્યારથી એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની કમાન સંભાળી છે. ત્યારથી તેમાં સતત ઉથલ પાથલ થઈ રહી છે. હવે મસ્તે ભારતના બે મોટા મીડિયા હાઉસને ઝટકો આપતા તેમના ટ્વિટર એકાઉન્ટને બંધ કરી દીધા છે. આ લિસ્ટામાં ભારતની સૌથી મોટી ન્યૂઝ એજન્સી ANIનું પણ નામ સામેલ છે. તેને લઈને સ્મિતા પ્રકાશે એક ટ્વિટ કર્યું છે. સાથે જ દિગ્ગજ મીડિયા હાઉસ NDTVનું ટ્વિટર એકાઉન્ટ પર બંધ કરી દેવામાં આવ્યું છે.

સ્મિતા પ્રકાશને મોકલવામાં આવેલા એક મેઈલમાં ટ્વીટર દ્વારા કહેવાયું છે કે, ટ્વિટર એકાઉન્ટ બનાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ હોવી જોઈએ. ટ્વિટરે નિર્ધારિત કર્યું છે કે તમે ઉંમરની આ આવશ્યક્તાઓને પૂર્ણ કરતા નથી, આથી તમારું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે અને ટ્વિટર પરથી હટાવી દેવામાં આવ્યું છે.

ADVERTISEMENT

શનિવારે 29મી એપ્રિલે ભારતની સૌથી મોટી ન્યૂઝ એજન્સી ANIનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું. આ વાતની પુષ્ટિ કંપનીના ઓનર સ્મિતા પ્રકાશે એક ટ્વીટ દ્વારા કરી છે. જેમાં તમણે લખ્યું છે, જે લોકો ANIને ફોલો કરે છે, તેમના માટે ખરાબ ખબર છે. ટ્વિટરે ભારતની સૌથી મોટી સમાચાર એજન્સી, જેના 7.6 મિલિયન ફોલોઅર્સ છે, તેને બંધ કરી દીધું છે અને આ મેઈલ મોકલ્યો છે- 13 વર્ષથી ઓછી ઉંમર.અમારું ગોલ્ડ ટીક લઈ લેવામાં આવ્યું, જેની જગ્યાએ બ્લ્યૂ ટિક કરી દેવાયું અને હવે લોક આઉટ થઈ ગયું છે.

આવી જ રીતે NDTVનું પણ ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. NDTVના ઓફિશિયલ એકાઉન્ટ પર જવાનો પ્રયાસ કરતા એકાઉન્ટ અસ્તિત્વમાં નથી એવો મેસેજ બતાવી રહ્યું છે. નોંધનીય છે કે ટ્વિટરે હાલમાં ઘણી જાણીતી હસ્તીઓના ઓફિશિયલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક હટાવી દીધા હતા. જોકે તેને બાદમાં રિસ્ટોર કરી દીધા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT