દિલ્હીકાંડમાં ટ્વિસ્ટ: સાક્ષીએ કહ્યું છોકરીને કારમાંથી ફેંકી દેવાઈ, ઘરનો એકમાત્ર સહારો હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : દિલ્હીના કણઝાવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે આ વિસ્તારમાં એક છોકરીની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી છે. બલેનો કારમાં સવાર 5 છોકરાઓએ એક સ્કૂટી સવાર છોકરીને ટક્કર મારી હતી. જેને કારણે છોકરીનું દર્દનાક મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આરોપીઓએ ક્રુર રીતે ગાડી હંકારતા રહ્યા હતા. આ દરમિયાન મૃતક યુવતીની લાશ કારના પાછળના ટાયર સાથે ભરાઈને ઘસડાતી રહી. લગભગ 8 કિમી સુધી આ રીતે છોકરીનો મૃતદેહ ઘસડાતો રહ્યો. મૃતક યુવતીની આટલા લાંબા સમય સુધી ઘસડાવાના કારણે તેના તમામ વસ્ત્રો પણ ફાટીને ઉડી ગયા હતા. આખરે જ્યારે તે ગાડીમાંથી તેનો મૃતદેહ છુટ્યો ત્યારે તે સંપુર્ણ નગ્ન થઇ ચુકી હતી.

યુવતીની નગ્ન મૃતદેહ રસ્તા વચ્ચેથી મળી આવ્યો
યુવતીની નગ્ન મૃતદેહ રસ્તા વચ્ચેથી ખરાબ હાલતમાં મળી આવી હતી. યુવતીને હોસ્પિટલ લઇ જવાઇ જો કે યુવતીનું ઘણા સમય પહેલા જ મોત થઇ ચુક્યું હતું. પોલીસે પાંચેય છોકરાઓ સામે હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. જો કે આરોપીઓનો દાવો છે કે, તેમને ખબર જ નહોતી કે યુવતીની ડેડબોડી કારમાં ફસાયેલી છે.

આરોપીઓએ કિલોમીટરો સુધી મૃતદેહ ઘસડ્યો હતો
જોકે પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આરોપીઓને ચોક્કસથી ખબર પડી હતી કે યુવતીની લાશ કારમાં ફસાયેલી છે. છોકરાઓએ સ્કૂટી સવાર છોકરીને ટક્કર મારી હોવાથી તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ છોકરી પર બળાત્કારના એંગલની પણ તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત તેઓ

ADVERTISEMENT

પરિવારનો દાવો છે કે, યુવતી પર દુષ્કર્મ બાદ ક્રૂરતા કરવામાં આવી
આ યુવકોએ ઘટના સમયે દારૂ પીધો હતો કે કેમ તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે. સુલતાનપુરી વિસ્તારમાં વહેલી સવારે એક સ્કૂટી સવાર છોકરીને કારે ટક્કર માર્યા બાદ યુવતીનું મોત થયું હતું. જો કે અકસ્માત કરનારા લોકોએ મૃતદેહને અનેક કિલોમીટરો સુધી યુવતીને ઘસડી હતી. દિલ્હી મહિલા આયોગ (ડીસીડબ્લ્યુ) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને આ અંગે જવાબ માંગ્યો છે. જો કે બીજી તરફ યુવતીના પરિવારનો આરોપ છે કે, આ દિલ્હીના નિર્ભયાકાંડ જેવો કાંડ છે. જેમાં યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની સાથે ક્રુરતા કરીને ફેંકી દેવામાં આવી છે. જો કે હાલ પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT