તુલસી વિવાહ પર અમૃત સિદ્ધિ યોગ સહિત બની રહ્યા છે આ 3 અદ્ભુત સંયોગો, મુહૂર્તમાં પૂજા કરો એટલે બેડો પાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

Tulsi Vivah 2023: હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ તુલસી વિવાહનો તહેવાર ઉજવવામાં આવે છે. પંચાગ મુજબ આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બર 2023 શુક્રવારે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કારતક મહિનાથી શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં જાગૃત થાય છે.

બની રહ્યા છે અનેક શુભ યોગો

શાસ્ત્રો અનુસાર આ દિવસથી જ તમામ શુભ કાર્યો કરવામાં આવે છે. જેમ કે લગ્ન, સગાઈ, મુંડન, વિદાય વગેરે જેવા અનેક કાર્યોનો સમાવેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસી વિવાહના દિવસે એક સાથે અનેક શુભ યોગો બની રહ્યા છે. તો ચાલો જાણીએ કે તુલસી વિવાહના દિવસે કયા-કયા યોગ બની રહ્યા છે અને શુભ મુહૂર્ત શું છે.

તુલસી વિવાહનું શુભ મુહૂર્ત

હિન્દુ પંચાગ અનુસાર, કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 23 નવેમ્બર 2023ના દિવસે ગુરુવારની રાત્રે 9:01 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 નવેમ્બર 2024, દિવસે શુક્રવારે સાંજે 7:06 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 24 નવેમ્બરે તુલસી વિવાહનો તહેવાર મનાવવામાં આવશે.

ADVERTISEMENT

તુલસી વિવાહના દિવસે બની રહ્યા છે ઘણા યોગ

સિદ્ધિ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસી વિવાહના દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે. સિદ્ધિ યોગનું નિર્માણ સવારે 9.05 વાગ્યા સુધી છે. પંચાંગ અનુસાર સિદ્ધિ યોગ પછી વ્યતિપાત યોગ પણ બની રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વ્યતિપાત યોગમાં શુભ કાર્ય કરવું વર્જિત છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી વિવાહના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ યોગમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર તુલસી વિવાહના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ દિવસભર ચાલવાનું છે.

ADVERTISEMENT

અમૃત સિદ્ધિ યોગ
પંચાંગ અનુસાર કારતક માસની શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. પંચાંગ અનુસાર સવારે 6.51 વાગ્યાથી સાંજના 4.01 વાગ્યા સુધી અમૃત સિદ્ધિ યોગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT