ટ્રમ્પ ફરી એકવાર PORN STAR ના કારણે ચર્ચામાં, જાણો શું છે સમગ્ર વિવાદ અને સમગ્ર મામલો
નવી દિલ્હી : હાલમાં જ ન્યૂયોર્ક સિટી ડિસ્ટ્રિક્ટ એટોર્ની એલ્વિન બ્રેગે સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલા નાણા અંગે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પુરતા…
ADVERTISEMENT
નવી દિલ્હી : હાલમાં જ ન્યૂયોર્ક સિટી ડિસ્ટ્રિક્ટ એટોર્ની એલ્વિન બ્રેગે સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલા નાણા અંગે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે પુરતા પુરાવાની તપાસ કરવા માટે એક જ્યુરીની રચના કરી. રિપોર્ટના અનુસાર જુઆરિયોએ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ ગુનાહિત આરોપો દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાને કારણે તેનો સામનો કરનારા પહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બની જશે. જો કે હજી તે સ્પષ્ટ નથી કે કયા આરોપો દાખલ કરવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક ટ્રુથ સોશિયલ પર ભ્રષ્ટ, ભ્રષ્ટ અને ન્યાય હથિયારબંધ ન્યાય પ્રણાલી દ્વારા તપાસને એક રાજનીતિક વિચ હંટ ગણાવ્યું હતું.
સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ પોતાના સપના પુરા કરવા પોર્ન સ્ટાર બની
ડેનિયલના અનુસાર જેનું અધિકારીક નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. એક ઉપેક્ષિત માં ની સાથે લુઇસિયાનામાં મોટી થઇ હતી. તેને ઘોડાઓનો શોખ હતો. જો કે હાઇસ્કુલની શરૂઆત કરતા, તેણે સ્ટ્રિપ ક્લબોમાં કામ કરતા કરતા પોતાનું ગુજરાતન ચલાવતી હતી. સ્ટોર્મીએ કહ્યું કે, તે સમયે તે માત્ર બચવાનો પ્રયાસ કરી રહી હતી. તેણે સ્ટ્રિપ ટીજિંગની સાથે શરૂઆત કરી, પછી એડલ્ટ ફિલ્મ ઉદ્યોગ, જ્યાં તે એક પ્રસિદ્ધ અભિનેત્રી, નિર્દેશક અને પટકથા લેખિતા બની. તેમણે અનેક પુરસ્કાર જીત્યા. ત્યાર બાદ કૈલિફોર્નિયાના લેક તાહોમાં એક સેલિબ્રિટી ગોલ્ફ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી હતી. જ્યાં તેને ટીઝની વચ્ચે પ્રતિયોગિયોનું સ્વાગત કરવા માટે ભરતી કરી હતી.ડેનિયલ તે સમયે 27 વર્ષની હતી, જ્યારે ટ્રમ્પ 60 વર્ષનો હતો. તેનો દાવો છે કે, ટ્રમ્પે તેને એક અંગરક્ષક દ્વારા રાત્રી ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. જો કે ડિનર બાદ ટ્રમ્પે તેને રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા અને ત્યાર બાદ બંન્ને સંપર્કમાં રહ્યા.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતે એક રાત વિતાવ્યાનો કર્યો હતો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટેલીવિઝન કાર્યક્રમ ધ એપરેન્ટિસમાં આવવા માટે તેમનો સંપર્ક કર્યો. જો કે જ્યારે ટ્રમ્પે 2016 માં રાષ્ટ્રપતિ પદ માટે પ્રચાર કર્યો, ડેનિયલની સાથે તેમનો સંબંધ નાટકિય રીતે બદલાઇ ગયો. ડેનિયલ રાષ્ટ્રપતિ પદના અભિયાન દરમિયાન ટેલીવિઝન પર જવા અને ટ્રમ્પની સાથેના સબંધો જાહેર કરવા અંગે એક સોદો કરી રહી હતી. જ્યારે તેને ચુપ રહેવા માટે 1,30,000 ડોલર ચુકવવામાં આવ્યા. આ ચુકવણી ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેન દ્વારા કરવામાં આવી હતી. તેણે સીબીએસના 60 મિનિટ્સ પર સ્પષ્ટ રીતે જાહેરાત કરી કે, તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે તે પીડિત નથી. બંન્નેનો સંબંધ પારસ્પરિક હતો. તે ટ્રમ્પ પ્રત્યે આકર્ષિત નહોતી થઇ પરંતુ બંન્નેનો સંબંધ પારસ્પરિક હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT