Train Accident: બંગાળ રેલ્વે દુર્ઘટના અંગે મોટો ખુલાસો, ટ્રેન કેવી રીતે અથડાઈ અને જવાબદાર કોણ?
Kanchanjungha Express Accident: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે જોકે આ આંકડો હજુ વધી શકે છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે
ADVERTISEMENT
Kanchanjungha Express Accident: પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ગુડ્સ ટ્રેન અને કંચનજંગા એક્સપ્રેસ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે જોકે આ આંકડો હજુ વધી શકે છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માલગાડીએ પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. હવે આ મોટી દુર્ધટના મામલે મોટો ખુલાસો થયો છે અને સામે આવ્યું છે કે, ટ્રેનના લોકો પાયલટે સિગ્નલની અવગણના કરી હતી.
West Bengal Train Accident: માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસને મારી ટક્કર, મુસાફરોને બચાવવાના પ્રયાસો ચાલું
કેવી રીતે થયો અકસ્માત
દાર્જિલિંગ જિલ્લામાં રેલવે બોર્ડના અધ્યક્ષ જયા વર્મા સિન્હાએ કહ્યું કે, આજે કંચનજંગા ટ્રેનનો અકસ્માત થયો છે. ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે માલગાડીના ડ્રાઈવરે સિગ્નલની અવગણના કરી હતી. જેના કારણે પેસેન્જર ટ્રેનના પાછળના ભાગે આવેલ ગાર્ડનો ડબ્બો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આગળના બે પાર્સલ વાન ડબ્બાને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે, બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. માલસામાન ટ્રેનના ડ્રાઇવર (લોકો પાઇલટ) એ સિગ્નલની સંપૂર્ણ અવગણના કરી હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ડ્રાઇવર અને કંચનજંગાના ગાર્ડનું પણ મોત થયું હતું. અગરતલા-સિયાલદહ રૂટ પરના તમામ રેલવે સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે.
માનવીય ભૂલના થયો મોટો અકસ્માત
જયા વર્મા સિન્હાએ કહ્યું કે, આ દુર્ઘટનામાં પ્રાથમિક દ્રષ્ટિએ માનવીય ભૂલ છે. પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી માહિતી જાણવા મળશે. અમે ટ્રેન દુર્ઘટનાઓને રોકવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ, કારણ કે આ કવચ અમારી પ્રાથમિકતા છે. તેને મિશન મોડમાં વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટક્કર સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ ત્યારે થઈ જ્યારે 13174 કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી સિયાલદહ જઈ રહી હતી. આ અથડામણમાં કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અથડામણને કારણે ટ્રેનના બોગી પાટા પરથી ઉતરી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT