કાલે વર્ષનો સૌથી ટુંકો દિવસ માત્ર 10 કલાક 41 મિનિટ બાદ થઇ જશે સુર્યાસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : આ વર્ષનો સૌથી નાનો દિવસ કાલે છે. એટલેકે 22 ડિસેમ્બર, 2022 ના છે. આ ખગોળીય ઘટનાક્રમ છે. જો કે પહેલા તમે તે સમજવાનો પ્રયાસ કરો કે કાલે તમારો દિવસ 10 કલાક 41 મિનિટનો હશે અને રાત 13 કલાક 19 મિનિટની રહેશે. જો કે આ સમય તમારા સ્થાન પર પણ નિર્ભર કરશે.

સુર્યની ચારે તરભ પૃથ્વીને એક પ્રદક્ષીણા કરતા સમયે 22 ડિસેમ્બર, 200 ના દિવસે સૂર્ય મકર રેખા પર લંબવત થશે. જેના કારણે ધરતીના ગોળાર્ધ સૌથી નાનો દિવસ અને સૌથી મોટી રાત રહેશે. જો તમે મધ્ય ભારતમાં રહો છો તો ત્યાં સંપુર્ણ સુર્યોદય સવારે 7.05 વાગ્યે થશે. સૂર્યાસ્ત 5.46 વાગ્યે થઇ જશે. એટલેકે દિવસ 10 કલાક 41 મિનિટનો રહેશે. રાત 13 કલાક 19 મિનિટની રહેશે.

આ દિવસ સુર્યના પ્રકાશની એંગલ 23 ડિગ્રી 26 મિનિટ 17 સેકન્ડ દક્ષિણ તરફ થશે. આવતા 21 માર્ચ સુર્ય વિષૃવવૃત રેખા પર હશે ત્યારે દિવસ રાત એક સમાન હશે. આ ઘટનાને અંગ્રેજીમાં વિંટર સોલ્સટિસ કહે છે. સોલ્સટિસ એક લેટિન શબ્દ છે. જે સોલ્સિટમથી બનેલો છે. લૈટિન શબ્દ સોલનો અર્થ થાય છે અને સુર્ય જ્યારે સેસ્ટેયરનો અર્થ થાય છે સ્થિર રહેવું. આ બંન્ને શબ્દની જોડ જ સોલ્સિટિસ શબ્દ બને છે. જેનો અર્થ છે કે સુર્યનું સ્થિર રહેવું. આ પ્રાકૃતિક પરિવર્તનના કારણે 22 ડિસેમ્બરે સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે.

ADVERTISEMENT

બીજા ગ્રહોની જેમ જ પૃથ્વી પણ 23.5 ડિગ્રીએ ઝુકેલી છે. ઝુકેલા અક્ષ પર પૃથ્વીની ફરવાના કારણે સુર્યના કિરણો એક સ્થળ પર વધારે બીજા સ્થળ પર ઓછા પડે છે. વિંટર સોલ્સટિસના સમયે દક્ષિણ ગોળાર્ધમાં સુર્ય પ્રકાશ વધારે પડે છે. ઉત્તરી ગોળાર્ધમાં સુર્યનો પ્રકાશ પડે છે. આ કારણે આજના દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સુરજ વધારે સમય સુધી રહે છે. જેના કારણે અહીંનો દિવસ લાંબો હોય છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકન દેશોમાં ઉનાળાની શરૂઆત થઇ જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT