કાલે ચંદ્રયાન-3 ના થઇ જશે બે ટુકડા, શું ચંદ્રની સપાટી પર લેન્ડ થઇ શકશે? જાણો સમગ્ર માહિતી
નવી દિલ્હી : માત્ર સાત દિવસ જ બાકી છે જ્યારે ચંદ્રની સપાટી પર Chandrayaan-3 ના લેન્ડિંગ માટે આજે એટલે કે 16 ઓગસ્ટની સવારે ચંદ્રની પાંચમી…
ADVERTISEMENT
નવી દિલ્હી : માત્ર સાત દિવસ જ બાકી છે જ્યારે ચંદ્રની સપાટી પર Chandrayaan-3 ના લેન્ડિંગ માટે આજે એટલે કે 16 ઓગસ્ટની સવારે ચંદ્રની પાંચમી કક્ષામાં પહોંચી ગઇ. માત્ર એક મિનિટ માટે એન્જિનને ઓન કરવામાં આવ્યું હતું. હવે તે 153 KM*163 KM ની ઓર્બિટમાં ફરી રહ્યું હતું. આ અગાઉ ચંદ્રયાન 150 km x 177 km ની ઓર્બિટમાં હતો. આ વાત 14 ઓગસ્ટ 2023 ની છે. આ સમય પ્રોપલ્શન મોડ્યુલ રેટ્રોફાયરિંગ કરાવી રહ્યું છે. યાન ગતિ ધીમી કરવા માટે ઉંધી દિશામાં યાન ચાલી રહ્યું છે. જો કે કાલે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 બે ટુકડામાં વહેંચાઇ જશે.
17 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે ચંદ્રયાન-3 ઇન્ટીગ્રેટેડ મોડ્યુલને બે હિસ્સામાં વહેંચશે
17 ઓગસ્ટની બપોરે આશકે એક વાગ્યે ચંદ્રયાન-3 નું ઇન્ટીગ્રેટેડ મોડ્યુલને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવશે. તેનો એક હિસ્સો છે જે પ્રોપલ્શન મોડ્યુલ. બીજો હિસ્સો છે લેન્ડર મોડ્યુલ. પ્રોપલ્શન મોડ્યુલના અલગ થયા બાદ શું લેંડર મોડ્યુલની આગળની યાત્રા પુર્ણ કરી શકશે? શું અલગ થયા બાદ પ્રોપલ્શન મોડ્યુલ અને લેંડર મોડ્યુલ 100 km x 100 km ઓર્બિટમાં ફરવાનું શરૂ કરશે. જો કે થોડા અંતરની સાથે એટલે કે એક બીજાની સાથે ટકરાય નહી. ત્યાર બાદ 18 અને 20 ઓગસ્ટે લેન્ડરનું ડિઓર્બિટિંગ કરાવવામાં આવશે.
ADVERTISEMENT
4 વાગ્યે માત્ર એક મિનિટ માટે લેન્ડરના થ્રસ્ટર્સને ઓન કરવામાં આવશે
18 ઓગસ્ટ 2023 ની બપોરે આશરે 4 વાગ્યે એક મિનિટ માટે લેન્ડરના થ્રસ્ટર્સને ઓન કરવામાં આવશે. જેથી તેમને યોગ્ય દિશામાં લાવીને ગતિ ઘટાડવામાં આવશે. પછી 20 ઓગસ્ટની મોડી રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ પણ આ જ કામ કરવામાં આવશે. હાલ ચંદ્રયાન 100 કિલોમીટરની ગોળાકાર કક્ષામાં લાવવાનું બાકી છે.
ADVERTISEMENT
લોન્ડિંગ રોવરથી બહાર આવશે
ADVERTISEMENT
હવે ચંદ્રયાન-3 સંબંધિત ચાર તબક્કા પુર્ણ થઇ ચુક્યા છે. પાચમો તબક્કો છે પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલના અલગ થવાનો. ત્યાર બાદ 23 તારીખની સાંજે પોણા છ વાગ્યે લેન્ડિંગ કરાવવામાં આવશે. આ આઠમો તબક્કો હશે. લેન્ડિંગના સમયે ખુબ જ ધુડ ઉડવાની આશંકા છે. એટલા માટે ધુળ દુર થતા સુધી લૈંડરથી રોવર બહાર નહી આવે. ત્યાર બાદ નવમા તબક્કામાં રોવર લેન્ડરની અંદરથી બહાર નિકળશે. બહાર નિકળ્યા બાદ રોવર પ્રજ્ઞાન સતત લેન્ડરની આસપાસના વિસ્તારની તપાસ કરશે.
ડેટા વિક્રમ લેન્ડરને મોકલવામાં આવશે
તપાસ કર્યા બાદ તેઓ સતત પોતાનો ડેટા વિક્રમ લેન્ડરને મોકલશે. લેન્ડર પોતાની માહિતીને ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઉંચાઇ પર ફરી રહેલા પ્રોપલ્શન મોડ્યુલને આપશે. આ ડેટા બેંગ્લુરૂ ખાતે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) ને મળશે. સૌથી રસપ્રદ બાબત છે કે, ચંદ્રયાન-3 જ્યારે ચંદ્રની સપાટી પર ચાલશે. ત્યારે તેના પૈડાઓમાં બનાવાયેલા ખઆસ ખાંચા દ્વારા જમીન પર રાષ્ટ્રીય ચિન્હ અને તેનો લોગો બનતો રહેશે. બેંગ્લુરૂમાં હાજર સેન્ટર ફોર ઇસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX) દ્વારા સતત ચંદ્રયાન-3 ના સ્વાસ્થય પર નજર રાખવામાં આવી રહી છે. હાલ ચંદ્રયાન-3 ના તમામ યંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT