આજે પણ ડબલ સ્ટાન્ડર્ડની દુનિયા છે, જયશંકરે ગ્લોબલ નોર્થમાં યુરોપની હિપ્પોક્રેસીની ઝાટકણી કાઢી

ADVERTISEMENT

Jayshankar about Europe
Jayshankar about Europe
social share
google news

નવી દિલ્હી : અમેરિકાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન ગ્લોબલ નોર્થના પાખંડ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે પણ ડબલ સ્ટાન્ડર્ડ વાળી દુનિયા છે. જ્યાં પ્રભાવસાળી દેશો મોટા સ્તર પર થનારા મોટા પરિવર્તનોનો વિરોધ કરે છે.

વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકામાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ગ્લોબલ નોર્થની હિપ્પોક્રેસી પર શાબ્દિક ચાબખા વિંઝ્યા હતા. એસ.જયશંકરે કહ્યું કે, આજે પણ ડબલ સ્ટાન્ડર્ડવાળી વિશ્વ છે અને જે દેશ પ્રભાવશાળી પદો પર બેઠેલા છે, જે પરિવર્તન માટે બની રહેલા દબાણનો વિરોધ કરી રહ્યા છે અને ઐતિહાસિક પ્રભુત્વના લોકોએ તેમની ક્ષમતાઓને હથિયાર બનાવી લીધા છે.

મને લાગે છેકે,પરિવર્તન માટે રાજનીતિક ઇચ્છાશક્તિ કરતા વધારે રાજનીતિક દબાણ છે. વિશ્વમાં ભાવના વધી રહી છે અને ગ્લોબલ સાઉથ એક પ્રકારે તેનું પ્રતિક છે. જો કે રાજનીતિક પ્રતિરોધ પણ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ સૌથી વધારે જુએ છે કે જે લોકો પ્રભાવશાળી પદો પર બેઠેલા છે, તેઓ પરિવર્તન માટે બની રહેલા દબાણનો વિરોધ કરી રહ્યા છે.

ADVERTISEMENT

વિદેશમંત્રી જયશંકર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સાઉથ રાઇજિંગ પાર્ટનરશિપ્સ, ઇંસ્ટીટ્યુશન્સ એન્ડ આઇડિયાઝ વિષય પર આયોજીત મંત્રીસ્તરીય સત્રને સંબોધિત કરી રહ્યા હતા.

શું છે ગ્લોબલ નોર્થ

ગ્લોબલ નોર્થ વધારે સમૃદ્ધ રાષ્ટ્ર છે જે મોટે ભાગે ઉત્તરી અમેરિકા અને યૂરોપમાં સ્થિત છે, તેમાં ઓશિનિયા તથા અન્ય સ્થળો પર કેટલાક નવા દેશોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે ગ્લોબલ નોર્થના ધની દેશોની તુલનામાં ગ્લોબલ સાઉથમાં ઉચ્ચ સ્તરની ગરીબી, આવકની અસમાનતા અને જીવન સ્થિતિઓ પડકારજનક છે. ભારતને સમગ્ર વિશ્વમાં ગ્લોબલ સાઉથના નેતા માનવામાં આવે છે.

ADVERTISEMENT

વિદેશમંત્રીએ જણાવ્યું સાંસ્કૃતિક સંતુલનનો અર્થ

જયશંકરે કહ્યું કે, જે લોકો આજે આર્થિક રીતે પ્રભાવશાળી છે, જે પોતાની ઉત્પાદન ક્ષમતાઓનો લાભ ઉઠાવી રહ્યા છે અને જેની પાસે સંસ્થાગત પ્રભાવ અથવા ઐતિહાસિક પ્રભાવ છે તેમણે વાસ્તવમાં પોતાની ક્ષમતાઓને હથિયાર બનાવી લીધા છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ સાચી વાત કહેશે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે આજે પણ આ ખુબ જ બેવડા માનકોવાળી દુનિયા છે, કોવિડ સ્વયં તેનું એક ઉદાહરણ હતું.

ADVERTISEMENT

જો કે મને લાગે છે કે, આ સંપુર્ણ પરિવર્તનથી વાસ્તવિક અર્થમાં ગ્લોબલ સાઉથ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રણાલી પર અને વધારે દબાણ કરવામાં આવશે. ગ્લોબલ નોર્થ… આ માત્ર નોર્થ નથી. એવા કેટલાક હિસ્સા છે જે કદાચ પોતે નોર્થમાં નથી માનતા, પરંતુ પરિવર્તન પ્રત્યે ખુબ જ વિરોધ રાખે છે. ફરીથી સાંસ્કૃતિક સંતુલનનનો વાસ્તવિક અર્થ, વિશ્વની વિવિધતાને ઓળખવી, વિશ્વની વિવિધતાનું સન્માન કરવું અને અન્ય સંસ્કૃતિઓ અને અન્ય પરંપરાને તેમનું યોગ્ય સન્માન આપવાનું છે. વિદેશમંત્રીએ જી20 શિખર સમ્મેલનનો ઉલ્લેખ કરતા બાજરા (મિલેટ્સ) નું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, ગ્લોબલ સાઉત ઐતિહાસિક રીતે ઘઉ અને બાજરા વધારે ખાય છે.

જયશંકરે કહ્યું કે, બજારના નામ પર અનેક વસ્તુઓ કરવામાં આવે છે. જેમ કે આઝાદીના નામે ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે. જયશંકરે કહ્યું કે, બીજાની વિરાસત, પરંપરા, સંગીત, સાહિત્ય અને જીવન જીવવાની પદ્ધતીનું સન્માન કરવું આ બધુ જ એક પરિવર્તનનો હિસ્સો છે. જેને ગ્લોબલ સાઉથ જોવા માંગે છે.

આ કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચીરા કંબોજ, રિલાયન્સ ફાઉન્ડેશનના સીઇઓ જગન્નાથ કુમાર, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના રેસિડેન્ટ કોઓર્ડિનેટર શોમ્બી શાર્પ અને ઓઆરએફના અધ્યક્ષ સમીર સરે પણ સંબોધિત કર્યા.

અનેક મુદ્દાઓ કરી રહ્યા છે વિશ્વને પરેશાન

આ કાર્યક્રમની પેનલ ચર્ચામાં ભાગ લેનારા લોકોમાં પોર્ટુગીઝ વિદેશમંત્રી જોઆઓ ગોમ્સ ક્રાવિન્હો અને વિદેશ મામલા અને જમૈકાના વિદેશ વેપાર મંત્રી કામિના જોનસન સ્મિથનો પણ સમાવેશ થાય છે. જયશંકરે કહ્યું કે, ડિસેમ્બર, 2023 માં બ્રાઝીલના અધ્યક્ષ બનતા પહેલા ભારતની જી20 અધ્યક્ષતાના થોડા મહિનાઓ બાકી છે. અમે આશા રાખીએ કે આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ સુધારાઓ પર પ્રગતિ થશે. યુરોપની સમસ્યાઓ વિશ્વની સમસ્યાઓ છે પરંતુ વિશ્વની સમસ્યા યુરોપની સમસ્યા નથી. કેટલાક લોકોને લાગે છે કે, જયશંકર યુરોપ મુદ્દે વધારે કડક છે પરંતુ તેઓ યોગ્ય મુલ્યાંકન કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT