આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છે TMKOCના પ્રોડ્યૂસર Asit Modi? જેનિફર મિસ્ત્રીને આપવા માટે પૈસા નથી!
Jennifer Mistry Talks about Asit Modi: ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મિસેસ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
Jennifer Mistry Talks about Asit Modi: ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મિસેસ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષ બાદ આ અંગે ચુકાદો આવ્યો છે. જેનિફરે અસિત સામેનો કેસ જીતી લીધો છે. કેસ જીત્યા બાદ અભિનેત્રીએ TMKOC નિર્માતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેનિફરનું કહેવું છે કે અસિત મોદીએ તેને વળતર આપવાની ના પાડી દીધી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં બિલ્ડરની કાર રોકી લાકડી-પાઈપોથી હુમલો, 2 રાઉન્ડ ગોળીબાર થતા નાસભાગ
અસિત મોદી પાસે પૈસા નથી
ઈટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં જેનિફરે કહ્યું કે અસિત મોદી સામે કેસ જીત્યા બાદ પણ તે દુખી છે. એક્ટ્રેસે કહ્યું- કોર્ટમાં સુનાવણી દરમિયાન હું તેમને મળી હતી. તે કમિટીના સભ્યોને પોતાના શબ્દોથી પ્રભાવિત કરવામાં વ્યસ્ત હતા. અસિત મોદીએ કમિટીને એમ પણ કહ્યું કે, તેઓ એક પરિવારની જેમ મારું ધ્યાન રાખે છે. પછી તેમણે મને પૂછ્યું કે શું હું આ બધું માલવ રાજડા અને શૈલેષ લોઢાના પ્રભાવ હેઠળ કરી રહી છું?
બીજી મીટિંગમાં તેમણે મને કહ્યું કે, તે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી તેઓ મને વળતર તરીકે 5 લાખ રૂપિયા આપી શકશે નહીં. આ પછી તેમને શંકા ગઈ કે હું ફોન પર તેમની વાતચીત રેકોર્ડ કરી રહી છું. તેથી તેઓએ મારો ફોન ચેક કરવા કહ્યું, પરંતુ મારા પતિએ તેમને જવાબ આપતાં કહ્યું કે, તમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: Gandhinagar: નાયબ મામલતદારનું હાર્ટએટેકથી નિધન, ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ઢળી પડ્યા
જેનિફરે શો છોડ્યો કેમ?
જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મિસેસ રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી. 2023 માં, તેણે એમ કહીને શો છોડી દીધો કે શોના સેટ પર તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી. તેણે અસિત કુમાર મોદી, શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને નિર્માતા જતીન બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 15 ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે અસિત મોદીને વળતર તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જ્યારે સોહેલ અને જતીનને કોર્ટે કોઈ સજા ફટકારી નથી.
તમને જણાવી દઈએ કે માત્ર જેનિફર જ નહીં પરંતુ તારક મહેતાના ઘણા સ્ટાર્સે પ્રોડક્શન પર પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT