ટાઇમ પાસ હોય છે લિવ-ઇન રિલેશનશિપ: હાઇકોર્ટે કપલ દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી
અલ્હાબાદ : હાઇકોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપ મુખ્ય રીતે “ટાઇમપાસ” હોય છે. હાલમાં જ લિવ-ઇન પાર્ટનરશિપમાં રહેતા એક અંતર ધાર્મિક જોડાની પોલીસ સુરક્ષાની અર્જી અંગે…
ADVERTISEMENT
અલ્હાબાદ : હાઇકોર્ટે કહ્યું કે, લિવ-ઇન રિલેશનશિપ મુખ્ય રીતે “ટાઇમપાસ” હોય છે. હાલમાં જ લિવ-ઇન પાર્ટનરશિપમાં રહેતા એક અંતર ધાર્મિક જોડાની પોલીસ સુરક્ષાની અર્જી અંગે સુનાવણી કરતા હાઇકોર્ટે કહ્યું કે, આવા સંબંધોમાં સ્થિરતા અને ઇમાનદારીમાં ખુબ જ ઘટાડો થતો હોય છે. હાઇકોર્ટે આ જ ટિપ્પણી સાથે પોલીસ સુરક્ષાની માંગ કરનારા એક લિવ-ઇન જોડાની અરજી ફગાવી દેવામાં આવી છે.
બાર એન્ડ બેંચ રિપોર્ટના હવાલાથી આવ્યા સમાચાર
બાર એન્ડ બેંચ રિપોર્ટના અનુસાર જસ્ટિસ રાહુલ ચતુર્વેદી અને જસ્ટિસ મોહમ્મદ અઝહર હુસૈન ઇદરીસીની પીઠે કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે માનવીય સર્વોચ્ચ કોર્ટે આ મામલે લિવ ઇન રિલેશનશિપને યોગ્ય ઠેરવ્યા છે, પરંતુ 20-22 વર્ષની ઉંમરમાં માત્ર બે મહિનાના સમયગાળામાં અમે આ આશા ન કરી શકીએ કે આ જોડી એક સાથે રહેવામાં સક્ષમ હશે. જો કે તેઓ પોતાનાં આ પ્રકારના અસ્થાયી સંબંધો અંગે ગંભીર છે.
આ એક આકર્ષણ અંતર્ગત સંબંધો બંધાતા હોય છે
ખંડપીઠે કહ્યું કે, આ કપલને પ્રેમ વગર કોઇ ઇમાનદારીથી વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ માત્ર છે. જીવન ગુલાબોની સેજ પર નહી પરંતુ જીવનનું દરેક જોડાને આકરામાં આકરી પરિસ્થિતિઓ અને વાસ્તવિકતાઓની જમીન પર પરખે છે. જજોએ કહ્યું કે, અમારા અનુભવો પરથી માહિતી મળે છે કે આ પ્રકારના સંબંધ ઘણીવાર ટાઇમપાસ, અસ્થાયી અને નાજુક હોય છે અને આ પ્રકારે અમે તપાસના તબક્કા દરમિયાન અરજદારોને કોઇ સુરક્ષા આપવાથી બચી રહ્યા છે.
ADVERTISEMENT
હાઇકોર્ટે હિંદુ મહિલા અને મહિલા પુરૂષની સંયુક્ત અરજી પર સુનાવણી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ એક હિંદુ મહિલા અને એક મુસ્લિમ પુરૂષની સંયુક્ત અરજી અંગે સુનાવણી કરી રહી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની કલ 366 હેઠળ અપહરણના આરોપોનો પગાવતા તેની વિરુદ્ધ દાખલ ફરિયાદને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ આ જોડાએ હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. તે ઉપરાંત તેમણે લિવ-ઇન રિલેશનશિપને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.
અરજદારના વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય ન રાખી
અરજદારોએ યુવતીના વકીલે દલીલ કરી કે, તેની ઉંમર 20 વર્ષ કરતા વધારે છે. તેને પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો સંપુર્ણ અધિકાર છે. તેણે આરોપી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનું પસંદ કર્યું છે. તેના જવાબમાં વિરોધી પક્ષના વકીલોએ તર્ક આપ્યો કે, તેનો લિવ-ઇન પાર્ટનર પહેલાથી જ ઉત્તરપ્રદેશ ગેંગસ્ટર અધિનિયમ હેઠળ દાખલ એક કેસનો સામનો કરી રહ્યો છે. વિરોધી પક્ષે કોર્ટમાં તર્ક આપ્યો કે આરોપી એક રોડ રોમિયો અને આવારા વ્યક્તિ છે. જેનું કોઇ ભવિષ્ય નથી અને નિશ્ચિત રીતે તે યુવતીનું જીવન બરબાદ કરી દેશે.
ADVERTISEMENT
બંન્ને સંબંધને આગળ વધારે તો કોર્ટ વિચારણા કરશે
બંન્ને પક્ષોની દલીલો અને તર્કો સાંભળ્યા બાદ હાઇકોર્ટે લિવ-ઇન રિલેશનશિપ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે, કોર્ટના વલણને ન તો અરજીદારોના સંબંધોના નિર્ણયો અથવા સમર્થન રીતે ખોટું સમજવામાં આવવું જોઇએ ન તો કાયદા અનુસાર કોઇ પણ પ્રકારની કાર્યવાહી વિરુદ્ધ સુરક્ષા તરીકે તેને લાવવામાં આવવો જોઇએ.
ADVERTISEMENT
લિવ ઇનમાં સ્થિરતા અને ઇમાનદારીના બદલે મોહ હોય છે
જજોએ પોતાના ચુકાદામાં લખ્યું કે, કોર્ટનું માનવું છે કે આ પ્રકારના સંબંધોમાં સ્થિરતા અને ઇમાનદારીના બદલે મોહ અધિક છે. જ્યા સુધી લગ્ન કરવાનો નિર્ણય આ કપલ નથી લેતું પોતાના સંબંધોનું નામ નથી આપતા અથવા તો એક બીજા પ્રત્યે ઇમાનદાર નથી હોતા. ત્યા સુધી કોર્ટે આ પ્રકારના સંબંધો અંગે મંતવ્ય વ્યક્ત કરવાથી બચતી હોય છે. આ ટિપ્પણીઓની સાથે કોર્ટે અરજદારની પોલીસ સુરક્ષાવાળી માંગની અરજી ફગાવી દીધી.
ADVERTISEMENT