વાવાઝોડાનો ખતરો! આગામી 48 કલાક અતિભારે, વાવાઝોડું ખેડૂતોનો દાટ વાળશે

ADVERTISEMENT

Stromy rain in India
Stromy rain in India
social share
google news

નવી દિલ્હી : ભારત હાલ વાતાવરણના વિચિત્ર વળાંકોનો ભોગ બની રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં એક પછી એક કુદરતી આફતો સર્જાઇ રહી છે. બંગાળની ખાડીમાં દક્ષિણપૂર્વમાં આંદામાનના સમુદ્રમાં લો પ્રેશર વધી જવાના કારણે ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતાઓ સર્જાઇ છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીના હવામાનમાં ફેરફારો થઇ રહ્યા છે.

હવામાન વિભાગના અનુસાર, આ વાવાઝોડુ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. 30 નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીના દક્ષિણમાં પ્રેશર બની શકે છે. આ પ્રેશ વધારે ગંભીર બનીને આગળ વધશે. આગામી 48 કલાકમાં આ પ્રેશર દક્ષિણ-પશ્ચિમ પાસે બંગાળની ખાડીમાં તે ચક્રવાતમાં પરિવર્તિત થશે. હાલ ચક્રવાતનું નામ માઇચોંગ આપવામાં આવ્યું છે.

કમોસમી વરસાદની શક્યતા

નિકોબાર દ્વીપ સમુહના મોટાભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આંદમાન દ્વીપના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. 30 નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે.

ADVERTISEMENT

તોફાની વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુસાર 25-35 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફુંકાશે. બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 30 નવેમ્બરે 40-50 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. 1 ડિસેમ્બરે 50-60 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાશે

    follow whatsapp

    ADVERTISEMENT