BHU માં વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કરનાર BJP ના ત્રણેય નેતા સસ્પેન્ડ
Banaras News : IIT – BHU માં બે મહિના પહેલા થયેલા ગૈંગરેપના મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાંથી…
ADVERTISEMENT
Banaras News : IIT – BHU માં બે મહિના પહેલા થયેલા ગૈંગરેપના મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાંથી ત્રણેય આરોપીઓને 14 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ ત્રણેય આરોપીઓને ભાજપે પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
વિપક્ષ દ્વારા હુમલા બાદ ભાજપ ભોંઠુ પડ્યું
વિપક્ષ દ્વારા હુમલા બાદ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ભાજપે ત્રણેય આરોપીઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જો કે ભાજપે આ ત્રણેય કઇ વિંગ અને કયા પદ પર હતા તેની કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે તેટલી સ્પષ્ટતા જરૂર કરી છે કે, ત્રણેયને હાંકી કાઢવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને એરેસ્ટ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયીક હિરાસકમાં મોકલી દીધા હતા.
વારાણસી જિલ્લા અધ્યક્ષે ત્રણેયને હાંકી કાઢ્યા
વારાણસી ભાજપ જિલ્લા અધ્યક્ષ હંસરાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, નિશ્ચિત રીતે નામ આવ્યું છે, જો તપાસ કરીને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. છેડો ફાડવાના સવાલ અંગે જિલ્લાધ્યક્ષે કહ્યું કે, છેડો ફાડવાની કોઇ વાત જ નથી. ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા કરી કે આરોપીઓને પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા છે. બાકી પાર્ટીના નિર્દેશના અનુસાર કાર્યવાહી થશે.
ADVERTISEMENT
IIT-BHU માં વિદ્યાર્થીની પર સામુહિક બળાત્કાર
આઇઆઇટી બીએચયુ કેમ્પસમાં વિદ્યાર્થી પર સામુહિક બળાત્કારના આરોપીઓને પોલીસે 60 દિવસ બાદ ઝડપી લીધા છે. તમામ આરોપી વારાણસીના જ રહેવાસી છે. આ સાથે જ પોલીસે તે બુલેટને પણ જપ્ત કર્યું છે, જે આ ઘટનામાં ઉપયોગમાં લેવાઇ હતી. આરોપીઓનાં નામ કૃણાલ પાંડેય, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ છે.
ADVERTISEMENT