કોરોના કરતા બમણી સ્પીડથી ફેલાય છે આ વાયરસ, લોહીની ઉલટી અને માણસ ખલાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીનીવા : વિશ્વ હજી પણ કોરોના વાયરસનો કહેર શાંત નથી થયો ત્યાં વિશ્વ માટે બીજો એક ખતરનાક વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. મારબર્ગે નામનો ખતરનાક વાયરસના કારણે અત્યાર સુધીમાં આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં 9 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. ઇબોલા જેવો જ આ ઘાતક વાયરસની કોઇ રસી ઉપલબ્ધ નથી. આ સ્થિતિને અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

નવા વાયરસના કારણે WHO પણ ચિંતામાં
આ નવા વાયરસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની (WHO) ચિંતામાં વધારો કર્યો છે. જેના પગલે એક ઇમર્જન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રની એક સ્વાસ્થય એજન્સીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ઇક્વેટોરિયલ ગિનીમાં એક મારબર્ગ વાયરસના પ્રકોપ અંગે ચર્ચા કરવા માટે મારબર્ગ વાયરસ વેક્સિન કન્સોર્ટિયમની (MARVAC)એક તત્કાલ બેઠક બોલાવશે. આ બેઠક ભારતીય સમય અનુસાર મંગળવારે સાંજે 07.30 વાગ્યે યોજવામાં આવશે.

મારબર્ગ એક ખુબ જ ઘાતક વાયરસ છે, જે ચામાચીડિયામાંથી માણસમાં આવ્યો છે
હકીકતમાં WHO અનુસાર મારબર્ગ એક ખુબ જ ઘાતક વાયરસ છે. જે ચામાચીડિયાથી ફેલાય છે. એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ કારણે ચેપગ્રસ્ત વ્યક્તિને હેમરેજિક તાવ આવે છે. ધીમે ધીમે તેની સ્થિતિ ગંભીર બની જાય છે. WHO ના જણઆવ્યા અનુસાર અત્યાર સુધી મળેલા દર્દીઓમાંથી ટકાના મોત થઇ ચુક્યાં છે.

ADVERTISEMENT

WHO એ જણાવ્યુંકે આ વાયરસ ખુબ જ સંક્રામક છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આફ્રિકા યુનિટના ડાયરેક્ટર ડૉ. માતશિદિસો મોઇતીએ કહ્યું કે, માર્બર્ગ વાયરસ ખુબ જ ચેપી છે. તે ઇબોલા વાયરસના પરિવારનો સભ્ય છે. વાયરસ ફ્રુટ બેટથી માણસો સુધી પહોંચ્યો અને તેનાથી સંક્રમિત લોકોનો મૃત્યુ દર વધીને 88 ટકા પર પહોંચી ચુક્યો છે. આ વાયરસના પગલે સંક્રમિત થયા બાદ અચાનક લક્ષણો દેખાઇ રહ્યા છે.

તાવથાક જેવા સામાન્ય લક્ષણો બાદ અચાનક સ્થિતિ બગડે છે
એજન્સીએ આ અંગે જણાવ્યું કે, વિષુવૃત્તીય ગિનીમાં તાવ, થાક અને લોહીની ઉલટી ઝાડા જેવા કુલ 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેના પર ખુબ જ ઉંડાણ પુર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેના લક્ષણો, સારવાર જેવા અનેક તબક્કાઓ પર સંશોધન ચાલી રહ્યું છે.

ADVERTISEMENT

વાયરસના સંક્રમણ બાદ 2થી 21 દિવસમાં ધાતક બની જાય છે
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના અહેવાલ અનુસાર મારબર્ગ વાયરસના લક્ષણ 2થી 21 દિવસ વચ્ચે અચાનક શરૂ થાય છે. જેના મુખ્ય લક્ષણમાં તાવ, શરદી, માથાનો દુખાવો થોડા દિવસો બાદ છાતી, પીઠ અને પેટ પર ફોલ્લીઓ દેખાય છે. આ ઉપરાંત ઉલ્ટી, છાતીમાં દુખાવો, ગળામાં દુખાવો, પેટમાં દુખાવો અને ઝાડા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT