અતીકના પરિવારની આ છે ક્રાઈમ કુંડળી… પુત્રનું એન્કાઉન્ટર, પત્ની છે ફરાર, ભાઈ અને પુત્ર પણ જેલમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના ડોન અતીક અહેમદે નાની ઉંમરમાં જ અપરાધની કાળી દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. હવે એ જ અતીકનો પરિવાર સિંહાસન પરથી નીચે જમીન પર આવી ગયો છે. UP STF એ આજે ઝાંસીમાં એક એન્કાઉન્ટરમાં અસદને મારી નાખ્યો છે અને પોલીસ હજી પણ અતીકની પત્નીને શોધી રહી છે. અતીકનો આખો પરિવાર વિખઈ ચૂક્યો છે.

અતીકે કહ્યું હતું હવે બાકી શું છે
ગુજરાતની સાબરમતી જેલમાંથી યુપી લાવવામાં આવેલા અતીકે મીડિયાના એક સવાલ પર કહ્યું હતું કે અમે માટીમાં ભળી ગયા છીએ, બાકી શું છે. શું અતીકને પહેળ જ અંદાજો આવી ગયો હતો કે કોઈ અણબનાવ બનવા જઈ રહ્યો છે? આજે કોર્ટમાં પણ તેમની તબિયત નાદુરસ્ત લગતી હતી ત્યારે પુત્રના મોતના સમાચારથી કોર્ટમાં જ રડી પડ્યો હતો. અતીકના પરિવારના મોટાભાગના લોકો ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલા છે.

10 ઓગસ્ટ, 1962 ના રોજ, અતીક અહમદનો જન્મ પ્રયાગરાજ ત્યારની સ્થિતિએ અલ્હાબાદ સ્થિત ચાકિયા નામના મોહલ્લામાં થયો હતો. પિતા ફિરોઝ અહેમદ ઘોડાગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અતીકે ઘરની નજીક આવેલી શાળામાં અભ્યાસ શરૂ કર્યો. જ્યારે તે 10માં આવ્યો ત્યારે તે નાપાસ થયો. આ દરમિયાન તે વિસ્તારના ઘણા ગુંડાઓની સંગતમાં આવી ગયો. ઝડપથી ધનવાન થવા માટે તેણે લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓ આચરવા માંડ્યા. 1997માં તેની સામે હત્યાનો પહેલો કેસ નોંધાયો હતો.

ADVERTISEMENT

તે સમયે અલ્હાબાદના જૂના શહેરમાં ચાંદ બાબાનો ડર રહેતો હતો. ચાંદ બાબાને અલ્હાબાદનો મોટો ગુંડો માનવામાં આવતો હતો. સામાન્ય જનતા, પોલીસ અને રાજકારણીઓ દરેક ચાંદ બાબાથી નારાજ હતા. અતીક અહેમદે તેનો લાભ લીધો હતો. પોલીસ અને રાજકારણીઓ સાથે સાંઠગાંઠ હતી અને થોડા વર્ષોમાં તે ચાંદ બાબા કરતા પણ મોટો ગુંડો બની ગયો.

અતીકની રાજકીય કારકિર્દી
અતીકને આ બધામાંથી બચવાનો સૌથી સહેલો રસ્તો રાજકારણ લાગ્યો હતો. 1989માં તેમણે અલાહાબાદ પશ્ચિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી અને જીત્યા. સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજકારણની શરૂઆત કર્યા પછી, અતીક સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને પછી અપના દળમાં જોડાયા. અતીક પાંચ વખત ધારાસભ્ય અને એક વખત ફૂલપુરથી સાંસદ હતા.

ADVERTISEMENT

અતીકને હતા 5 પુત્રો
અતીક અહેમદે 1996માં શાઇસ્તા પરવીન સાથે લગ્ન કર્યા હતા. બંનેને પાંચ પુત્રો છે – મોહમ્મદ ઉમર, મોહમ્મદ અલી, અસદ અહેમદ અને બે નાના પુત્રો. તેના પાંચ પુત્રોમાંથી ત્રણનો પણ ગુનાહિત રેકોર્ડ છે. બે પુત્રો – મોહમ્મદ ઉમર અને મોહમ્મદ અલી જેલમાં બંધ છે. જ્યારે, બે પુત્રો – મોહમ્મદ અહજામ અને મોહમ્મદ અબાન – ક્યાં છે તે જાણી શકાયું નથી.

ADVERTISEMENT

અસદ પર પાંચ લાખનું ઈનામ હતું
બીજી તરફ, અતીકનો પુત્ર અસદ અહેમદ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી હતો અને 24 ફેબ્રુઆરીની હત્યા બાદ પોલીસ તેને શોધી રહી હતી. આજે 13 એપ્રિલે UP STFએ ઝાંસીમાં અસદનું એન્કાઉન્ટર કર્યું હતું. અસદ પર પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

ઉમર છે જેલમાં બંધ
ઉમર પર મોહિત જયસ્વાલનું અપહરણ કરીને દેવરિયા જેલમાં લઈ જવાનો આરોપ છે. તે દરમિયાન અતીક દેવરિયા જેલમાં બંધ હતો. જેલમાં અતીકે મોહિત જયસ્વાલને માર માર્યો હતો અને તેની પાસેથી ખંડણી માંગી હતી. એવો પણ આરોપ છે કે તેણે પીડિત બિઝનેસમેનની કંપની તેના સહયોગીના નામે ટ્રાન્સફર કરાવી હતી. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં સીબીઆઈ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

મોહમ્મદ અલી પણ જેલમાં 
મોહમ્મદ અલી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેમના પર 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર અતીક અને અશરફ જેલમાં હોવાને કારણે અલી જ ખંડણીનું કામ કરતો હતો. અલી લોકોને તેના પિતા સાથે ફોન પર વાત કરાવતો હતો અને જો તેઓ ખંડણીના પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

શાઇસ્તા પણ ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર
અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન વર્ષની શરૂઆતમાં જ બહુજન સમાજ પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. તેમના સિવાય પુત્ર અહજમ અહેમદે પણ BSPનું સભ્યપદ લીધું છે. એવી ચર્ચા હતી કે બસપા તેમને પ્રયાગરાજ મેયર પદ માટે ઉમેદવાર બનાવી શકે છે પરંતુ ઉમેશ પાલની હત્યા બાદ માયાવતીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતને નકારી કાઢી હતી.

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા શાઈસ્તા પરવીન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMમાં સામેલ થઈ ગઈ હતી. ઓવૈસીએ પોતે તેમને લખનઉમાં પાર્ટીની સદસ્યતા અપાવી હતી. આ પછી તેમને ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. શાઇસ્તા ઉમેશ પાલ હત્યા કેસમાં પણ ફરાર છે અને પોલીસે તાજેતરમાં તેના પરનું ઇનામ બમણું કરીને 50,000 રૂપિયા કર્યું છે.

અતીફનો ભાઈ અશરફ પણ જેલમાં 
2004ની સામાન્ય ચૂંટણીમાં, અતીક અહેમદ ફુલપુરથી સપાની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ તરીકે દિલ્હી ગયા. આ પછી અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી. પરંતુ બસપાએ રાજુ પાલને પોતાની સામે ઉભા કરી દીધા. તે પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા હતા. માત્ર અશર્દ જ નહીં આતિફ પણ આ હાર પચાવી શક્યો નથી.

આ પણ વાંચો: અસદ અહેમદના એન્કાઉન્ટર પર અખિલેશ યાદવે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

પેટાચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિનાઓ બાદ 25 જાન્યુઆરી, 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ પણ માર્યા ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યા કેસમાં સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનું સીધું કનેક્શન બહાર આવ્યું હતું. હાલ અશરફ બરેલી જેલમાં બંધ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT