Googleએ ભારતના સ્વતંત્રતા દિવસની આ રીતે કરી ઉજવણી

ADVERTISEMENT

google doodle
google doodle
social share
google news

અમદાવાદ: ભારતમાં આઝાદી પર્વની દિપાવલી પર્વની જેમ ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારતના સ્વતંત્રતા દિવસની  ઉજવણીનો ભાગ ગૂગલ પણ બન્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ગૂગલે સોમવારે પોતાનું ડૂડલ બહાર પાડ્યું છે જેમાં રંગબેરંગી પતંગો ઉડતી દર્શાવવામાં આવી છે. આ પતંગો ભારત દ્વારા અત્યાર સુધી પ્રાપ્ત કરેલી ઊંચાઈઓનું પ્રદર્શન કરી રહી છે. કેરળના કલાકાર નીતિ દ્વારા બનાવવામાં આવેલ આ ડૂડલ 15 ઓગસ્ટે ભારતને તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરતા દર્શાવવામાં આવ્યું છે.

ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વતંત્રતા દિવસ 2022ના ડૂડલમાં ભારતની સંસ્કૃતિને પતંગો દ્વારા દર્શાવવામાં આવી છે. પતંગો સાથેનું આ Google ડૂડલ ભારતે 75 વર્ષમાં હાંસલ કરેલી ઊંચાઈનું પ્રતીક છે. GIF એનિમેશન ડૂડલ્સને ખૂબ જ આકર્ષક બનાવી રહ્યું છે

ડૂડલ વિશે તેના વિચારો શેર કરતાં, કલાકાર નીતિએ કહ્યું કે અમારી સૌથી પ્રિય યાદોમાંની એક, પતંગ ઉડાવવાની વર્ષો જૂની પરંપરા એ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણીનો અભિન્ન ભાગ છે. તેમણે કહ્યું કે સ્વાતંત્ર્ય સેનાનીઓ તે સમયે બ્રિટિશ શાસન વિરુદ્ધ સૂત્રો લખવા માટે પતંગનો ઉપયોગ કરતા હતા અને વિરોધના ચિહ્ન તરીકે તેને આકાશમાં ઉડાડતા હતા.

ADVERTISEMENT

દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમ ફરક્યો હતો રાષ્ટ્રધ્વજ
1947 માં આ દિવસે, ભારતમાં લગભગ 200 વર્ષનાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને સત્તાવાર રીતે લોકશાહી દેશ બન્યો અને ભારતની સ્વતંત્રતા માટેની લાંબી લડતને પરિણામે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો જન્મ થયો. મહાત્મા ગાંધી સહિતના અનેક વીર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અહિંસક વિરોધ દ્વારા દેશની આઝાદીની ચળવળનું નેતૃત્વ કર્યું હતું. 15 ઓગસ્ટ 1947ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમ વખત ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બીજી તરફ, સ્વતંત્રતા દિવસની ઉજવણી એ આપણા બહાદુર નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને અથાક પ્રયત્નોને સન્માન આપવા માટે છે જેમણે દેશ અને દેશવાસીઓ માટે તેમના જીવનની આહુતિ આપી આપી હતી. અનેક લોકોના બલિદાનથી મળેલ આઝાદીને ભારતીય લોકો આન બાન અને શાનથી ઉજવે છે ત્યારે ભારતના આઝાદી પર્વની  ઉજવણી ગૂગલે પણ  ડૂડલ બનાવી કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT