આવું તો પાકિસ્તાનમાં જ બને! પ્રતિષ્ઠીત સમાચાર ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો અને કારણ આપ્યું કે…
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના મીડિયા રેગ્યુલેટર દ્વારા રવિવારે રાત્રે બરતરફ કરાયેલા વડાપ્રધાનના ભાષણ પ્રસારણ કરાતા ARY ન્યૂઝનું પ્રસારણ બંધ કર્યું છે. પાકિસ્તાનની ખાનગી સમાચાર ચેનલ એઆરવાય…
ADVERTISEMENT
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના મીડિયા રેગ્યુલેટર દ્વારા રવિવારે રાત્રે બરતરફ કરાયેલા વડાપ્રધાનના ભાષણ પ્રસારણ કરાતા ARY ન્યૂઝનું પ્રસારણ બંધ કર્યું છે. પાકિસ્તાનની ખાનગી સમાચાર ચેનલ એઆરવાય ટીવીને રવિવારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સંબોધન પ્રસારિત કરવા બદલ ઓફ એર કરી દેવામાં આવી હતી. આજે પ્રસારિત કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના મીડિયા રેગ્યુલેટરે, રવિવારે રાત્રે, હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાનના ભાષણોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યાના કલાકો પછી આ બન્યું હતું. ભૂતકાળમાં પણ પ્રસારણકર્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
PEMRA દ્વારા ઇમરાન ખાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
ગઈકાલે રાત્રે, પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ સેટેલાઇટ ટેલિવિઝન ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈસ્લામાબાદ પોલીસ તેમની ધરપકડ કરવામાં નિષ્ફળ ગયા પછી 70 વર્ષીય રાજકારણીના જીવંત અને રેકોર્ડ કરેલા ભાષણોનું પ્રસારણ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવાયો હતો. ખાન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ARY ચેનલને હાલ ઓફ એર કરી દેવામાં આવી છે. પ્રતિબંધનો સંદેશ સ્ક્રીન પર મુકી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના અધ્યક્ષને ભડકાઉ ગણાવ્યા હતા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાન તેમના ભાષણો/નિવેદનોમાં સતત પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને રાજ્ય સંસ્થાઓ વિરુદ્ધ તેમના ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા નફરત ફેલાવે છે. અધિકારીઓ કે જે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પ્રતિકૂળ હોવાના કારણે તેમના પ્રસારણ પર પ્રતિબંધ લગાવાયો છે. જેથી દેશની જાહેર શાંતિ અને સુલેહ-શાંતિને ખલેલ પહોંચાડે તેવી શક્યતા છે. PEMRA આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઇમરાન ખાનનું કોઇ પણ પ્રકારનું કવરેજ કરવામાં ન આવે તે દેશની સ્થિરતા માટે જરૂરી છે. રાજ્યની સંસ્થાઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ, નિંદાત્મક અને અયોગ્ય નિવેદનોનું પ્રસારણ “કલમ 19નું સંપૂર્ણ ઉલ્લંઘન છે.
ADVERTISEMENT
પેમરાએ ટીવી ચેનલોને અગાઉ જ ચેતવણી આપી હતી
પેમરાએ ટીવી ચેનલોને ચેતવણી આપી છે કે, અનુપાલન નહી કરવાની સ્થિતિમાં તેમનું લાઇસન્સ નિલંબીત કરી દેવામાં આવશે. આ પહેલીવાર નથી કે પીઇએમઆરએએ ખાનની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેણે ગત્ત વર્ષે નવેમ્બરમાં પણ પીટીઆઇ અધ્યક્ષના ભાષમો અને પ્રેસ કોન્ફરન્સના પ્રસારણ અને પુન: પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે સંઘીય સરકારે તે જ તેને રદ્દ કરી દીધું હતું. આ અગાઉ રવિવારે ઇસ્લામાબાદ પોલીસે ખાનની ધરપકડના વોરંટ સાથે ધરપકડ કરવા માટે લાહોર ગયા હતા. કારણ કે તેને શંકા હતી કે તેણે કોર્ટમાં રજુ થવાનો વિરોધ હતો. જો કે પોલીસને જણાવવામાં આવ્યું કે, ખાન પોતાના આવાસ પર નહોતા પરંતુ ત્યાર બાદ આવાસની બહાર દેખાયા અને એક ભડકાઉ ભાષણ આપ્યું જેના પરિણામ સ્વરૂપે તેના તમામ ભાષણો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો.
ADVERTISEMENT