ચોર આખે આખો મોબાઈલ ટાવર ચોરી ગયા, કબાડીને લાખો રૂપિયામાં વેચી પણ દીધો, જાણો શું છે મામલો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

તમિલનાડુ: એક ગેંગના ત્રણ લોકોને આખે આખો મોબાઈલ ટાવર (Mobile Tower) ચોરી કરવાના આરોપમાં પકડવામાં આવ્યા છે. પોલીસ મુજબ, ગેંગે મોબાઈલ ટાવરને તોડ્યો અને બાદમાં તેના પાર્ટ્સ કબાડીને 6 લાખ 40 હજાર રૂપિયામાં વેચી દીધા. આશંકા છે કે આ ચોરીમાં અન્ય લોકો પણ શામેલ છે. આરોપીઓ પાસેથી 10 ટન લોખંડ અને એક જનરેટર જપ્ત કરાયું છે. પોલીસ આગળની તપાસમાં લાગી ગઈ છે. ઘટના સલેમ જિલ્લાના વાઝાપડી વિસ્તારની છે.

મોબાઈલ કંપનીનો પૂર્વ કર્મચારી જ માસ્ટરમાઈન્ડ
ઈન્ડીયન એક્સપ્રેસની ખબર મુજબ, વર્ષ 2000માં એરસેલ કંપનીએ સુબ્રમણ્યમ નામના વ્યક્તિના ખેતરમાં ટાવર બનાવડાવ્યો હતો. એરલેસે 2017 સુધી ખેતરના માલિકને ભાડું આપ્યું. બાદમાં જીટીએલ નામની એક પ્રાઈવેટ કંપનીએ ટાવર પોતાના કબજામાં લઈ લીધો અને તેનું મેઈન્ટેનન્સ કરવા લાગી. 2019 બાદ જીટીએલએ ભાડુ આપવાનું બંધ કરી દીધું અને ટાવર એમ જ પડ્યો હતો. ગેંગે તકનો લાભ ઉઠાવ્યો અને ટાવર ચોરીનો પ્લાન બનાવ્યો. પોલીસ મુજબ એરસેલનો જ એક પૂર્વ કર્મચારી આ પ્લાનનો માસ્ટરમાઈન્ડ હતો.

કેવી રીતે થઈ ટાવરની ચોરીની જાણ?
પોલીસને મળેલી જાણકારી મુજબ, જુલાઈમાં ગેંગના લોકો નકલી ડોક્યુમેન્ટ સાથે મોબાઈલ કંપનીના અધિકારી બનીને પહોંચ્યા. ખેતરની દેખરેખ કરતા વ્યક્તિને નકલી દસ્તાવેજ બતાવી ટાવર તોડી નાખ્યો. ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે ટાવરની દેખરેખ કરનારી ખાનગી કંપનીના કર્મચારીને ટાવર ગાયબ થવાનું માલુમ પડ્યું. આ મામલે 29 જુલાઈએ ફરિયાદ નોંધાવાઈ હતી.

ADVERTISEMENT

ચોરી માટે 1 મહિના સુધી પ્લાનિંગ કર્યું હતું
પોલીસ અધિકારી મુજબ નકલી દસ્તાવેજમાં એરસેલનો લોગો અને સિક્કો હતો. જેથી ખેતરમાં કામ કરતા વ્યક્તિને તેમના પર વિશ્વાસ બેઠો. બે દિવસથી પણ ઓછા સમયમાં આખો ટાવર પાડી દેવામાં આવ્યો. આરોપીઓએ ટાવરના પાર્ટ્સ લઈ જવા માટે ટ્રકનો ઉપયોગ કર્યો. આ ગેંગે ચોરીનું ષડયંત્ર બનાવવા માટે લગભગ 1 મહિના સુધી કામ કર્યું.

ફરિયાદ નોંધાયાના 1 મહિના બાદ 28 ઓગસ્ટે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા. હાલમાં આ ત્રણેયને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT