હત્યા પહેલા આ હતા અતીક અહેમદના અંતિમ શબ્દ, જાણો ક્યાં ક્યારે અને શું થયું?
Atiq Ahmed, Ashraf Shot Dead Updates: ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ફાઇ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બંન્નેને…
ADVERTISEMENT
Atiq Ahmed, Ashraf Shot Dead Updates: ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ફાઇ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. બંન્નેને પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે ત્રણ હુમલાખોરોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી અનુસાર હુમલો કરનારા ત્રણ લોકોએ જય શ્રી રામ ના નારા લગાવતા ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળ પર ફાયરિંગ બાદ મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો છે.
પોલીસ બંન્નેને મેડિકલ કરાવવા મેડિકલ કોલેજ પહોંચી હતી
પોલીસે બંન્નેના મેડિકલ કરાવવા માટે મેડિકલ કોલેજ પહોંચી હતી. આ દરમિયાન પોલીસ સુરક્ષા ઘેરામાં ઘુસીને હુમલાખોરોએ અનેક રાઉન્ડ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં પોલીસ કર્મચારીઓમાં પણ ભાગદોડ મચી ગઇ હતી. અનેક ગોળીઓ વાગવાના કારણે અતીક અને અશરદનું ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યો હતો અતિક
હુમલો તે સમયે થયો જ્યારે અતીક મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યો હતો. ગુડ્ડુ મુસ્લિમ મુદ્દે અતીક માત્ર એટલું કહી શક્યો કે, મે આ વાત છે કે, એક હુમલાખોરે માફીયાના માથામાં પિસ્ટોલ લગાવીને ગોળી મારી દીધી હતી. એટલું જ નહી તેમના અન્ય બે સાથીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સનસનીખેજ ઘટનામાં પોલીસ મહેકમામાં પણ હડકંપ થયો હતો. પ્રયાગરાજથી માંડીને વિસ્તારની રાજધાની સુધી હડકંપનો માહોલ છે. જે પ્રકારે હુમલાખોરોને દુર્ઘટનાને અંજામ આપ્યો અને સરેન્ડર કરી દીધું હતું. જે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની કાર્યશૈલી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એડીજી લો ઓર્ડર પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT