MP, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોણ બનશે CM? અટકળોની વચ્ચે ચૂંટણી જીતેલા આ સાંસદોએ આપ્યા રાજીનામા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતેલા ભાજપના તમામ સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. આ તમામ નેતાઓ ધારાસભ્ય તરીકે કામ કરશે અને તેમના રાજ્યમાં ભાજપને મજબૂત કરશે. તમામ સાંસદો બુધવારે લોકસભા સ્પીકરના કાર્યાલય પહોંચ્યા અને તેમના રાજીનામા સુપરત કર્યા. આ નિર્ણય બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સીએમ પદને લઈને અટકળોએ જોર પકડ્યું છે. વાસ્તવમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ મધ્ય પ્રદેશમાં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આવી સ્થિતિમાં તેમના રાજીનામા બાદ અટકળો તેજ થઈ રહી છે કે શું તેઓ મુખ્યમંત્રી બનશે?

પાર્ટીએ તમામ નેતાઓ પાસેથી લઈ લીધા રાજીનામા

આ નેતાઓ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજ્યવર્ધન સિંહ રાઠોડ જેવા નેતાઓ પણ ચૂંટણી જીત્યા છે. ભાજપના એક ડઝન સાંસદો અને મંત્રીઓ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. પાર્ટીએ આ તમામ નેતાઓ પાસેથી રાજીનામા લઈ લીધા છે. આ નેતાઓમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, રાકેશ સિંહ, ઉદય પ્રતાપ અને રીતિ પાઠકનો સમાવેશ થાય છે, જેઓ મધ્ય પ્રદેશમાં જીત્યા છે. આ સિવાય છત્તીસગઢમાં અરુણ સાઓ અને ગોમતી સાઈની જીત થઈ હતી.

સીએમ પદની રેસમાં વધ્યું સસ્પેન્સ

રાજસ્થાનમાં ધારાસભ્ય બનેલા રાજ્યવર્ધન રાઠોડ, દિયા કુમારી અને કિરોડી લાલ મીણાએ પણ રાજીનામું આપી દીધું છે. આ નેતાઓના રાજીનામા બાદ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલી રેસમાં સસ્પેન્સ વધ્યું છે. એવી અટકળો ચાલી રહી છે કે કોઈ મંત્રી અથવા સાંસદને પણ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. દિયા કુમારી અને મહંત બાલકનાથને લઈને રાજસ્થાનમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

ADVERTISEMENT

બાલકનાથની ચર્ચા સૌથી વધારે

અત્યાર સુધીમાં 10 સાંસદોએ રાજીનામા આપ્યા છે, જ્યારે રેણુકા સિંહ અને બાલકનાથ હજુ નથી પહોંચ્યા. સમાચાર છે કે તેઓ પણ આજે અથવા કાલે રાજીનામું આપી શકે છે. મહંત બાલકનાથ અલવર સીટના સાંસદ છે અને તેઓ એ જ જિલ્લાની તિજારા સીટ પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. તેઓ યોગી આદિત્યનાથના પણ નજીકના ગણાય છે. આવી સ્થિતિમાં તેમના વિશે એવી પણ ચર્ચા છે કે હિન્દુત્વના આઈકોન મહંત બાલકનાથને પણ તક મળી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT