પતિનું બીજી મહિલા સાથે રહેવું ખોટું નથી, દિલ્હી હાઇકોર્ટે ખુબ જ મહત્વની ટિપ્પણી કરી
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં પત્ની ઉપરાંત પતિના બીજી મહિલા સાથે રહેવાની ફરિયાદને ફગાવી દીધી હતી. સાથે જ કોર્ટે પતિના બીજી મહિલા સાથે…
ADVERTISEMENT
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે એક કેસમાં પત્ની ઉપરાંત પતિના બીજી મહિલા સાથે રહેવાની ફરિયાદને ફગાવી દીધી હતી. સાથે જ કોર્ટે પતિના બીજી મહિલા સાથે રહેવાના કિસ્સામાં કંઇ પણ ખોટું નહી હોવાનું અવલોકન કર્યું હતું. સામાન્ય રીતે કોઇ પણ લગ્નમાં તણાવ થવાની સ્થિતિમાં પતિ અથવા બીજા સાથેની સાથે રહેવાનું કાયદેસર રીતે યોગ્ય માનવામાં નથી આવતું. જો કે આ પ્રકારનાં એક કેસમાં દિલ્હી હાઇકોર્ટના પતિને યોગ્ય ઠેરવ્યો અને તેને પત્ની વિરુદ્ધ ક્રુરતા પણ નહોતી માની. જો કે કોર્ટે તેમાં માનવીય પાસાઓને જોતા ચુકાદો આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, આઇપીસીની કલમ 494 માં હિંદુ મેરેજ એક્ટ હેઠળ કોઇ પણ પુરૂષ કે મહિલાનું પોતાના જીવનસાથીના જીવિત હોવા છતા (છુટાછેડા ન થયા હોય તેવા કિસ્સામાં) બીજા લગ્ન કરવા ગુનો છે. પછી ભલે પતિ કે પત્નીએ તેની પરવાનગી આપી હોય.
શું છે સમગ્ર મામલો?
દિલ્હી હાઇકોર્ટમાં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ કેસ કરીને આરોપ લગાવ્યો કે, તેનો પતિ કોઇ બીજી મહિલાની સાથે રહે છે. મહિલાના લગ્ન વર્ષ 2003 માં થયા હતા પરંતુ બંન્ને 2005 માં અલગ-અલગ રહેવા લાગ્યા હતા. પતિએ આરોપ લગાવ્યો કે, પત્નીએ તેની સાથે ક્રુરતા કરી છે અને પોતાના ભાઇ તથા સંબંધીઓની મદદથી તેને માર માર્યો હતો.
ADVERTISEMENT
બીજી તરફ કેસ કરનારી પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો કે, તેના ઘરના લોકોએ તેના લગ્ન ભવ્ય રીતે કર્યા હતા. તેમ છતા પતિએ તેના પરિવાર પાસે અનેક પ્રકારની ડિમાન્ડ કરી. તેણે આરોપમાં એમ પણ કહ્યું કે, તેના સાસુએ તેને કેટલીક દવાઓ એવા આશ્વાસન સાથે આપી હતી કે, પુત્ર પેદા થશે, પરંતુ તેમનો ઇરાદો ગર્ભપાત કરાવવાનો હતો. જો કે આ કપલના બે પુત્ર પહેલાથી જ છે.
કોર્ટે કેમ આપ્યો આવો ચુકાદો?
કેસના ચુકાદા દરમિયાન આ તથ્ય સામે આવ્યું કે, બંન્ને અનેક વર્ષોથી અલગ અલગ રહે છે. આ દરમિયાન પતિ કોઇ બીજી મહિલા સાથે રહેવા લાગ્યો. એવામાં દિલ્હી હાઇકોર્ટે ચુકાદો આપ્યો કે જો કોઇ કપલ લાંબા સમયથી એક બીજા સાથે નથી રહેતા અને તે બંન્ને ફરીથી મળવાની કોઇ સંભાવના નથી. આ સ્થિતિ વચ્ચે પતિને કોઇ અન્ય મહિલા સાથે શાંતિથી રહેવા લાગ્યો હોય તો તેને ક્રુરતા ન કહી શકાય.
ADVERTISEMENT
કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, ભલે આ સ્વિકાર કરી લેવાય કે છુટાછેડાની અરજી અંગેનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાન પ્રતિવાદી-પતિએ બીજી મહિલા સાથે રહેવાનું શરૂ કરી દીધું છે અને તેમના બે પુત્રો છે, તેવામાં આ કિસ્સાની વિશિષ્ઠ પરિસ્થિતિઓને જોતા તેને ક્રૂરતા ન ગણી શકાય. જ્યારે બંન્ને પક્ષો 2005 થી અલગ રહે છે અને પુનર્મિલનની કોઇ શક્યતા નથી અને છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે તેવામાં તેને ક્રુરતા ન કહી શકાય.
ADVERTISEMENT
ADVERTISEMENT