કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઇત્રાની સાંસદી જશે અને CBI તપાસની પણ શક્યતા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Cash For Query Case: લોકસભાની એથિક્સ કમિટી ગુરુવારે (9 નવેમ્બર) એક બેઠક યોજશે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે કેશ-ફોર-ક્વેરી કેસમાં ડ્રાફ્ટ રિપોર્ટ સ્વીકારવામાં આવે તેવી શક્યતા છે. 15 સભ્યોની એથિક્સ કમિટીમાં સાત સભ્યો ભાજપના અને ત્રણ સભ્યો કોંગ્રેસના છે. આ સમિતિમાં BSP, શિવસેના, YSRCP, CPI(M) અને JDUમાંથી એક-એક સભ્યનો સમાવેશ થાય છે.

મહુઆ મોઇત્રાએ આક્ષેપ કર્યો હતો

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફરિયાદ કરી હતી. તેમણે ટીએમસી સાંસદ પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, એથિક્સ કમિટી મહુઆ મોઇત્રાના આરોપો પર ગંભીર વલણ અપનાવી શકે છે. છેલ્લી બેઠકમાં મહુઆ મોઇત્રાએ વિપક્ષી સાંસદો સાથે ગુસ્સામાં વોકઆઉટ કર્યું હતું. તે બેઠકમાં એથિક્સ કમિટીના અધ્યક્ષ વિજય સોનકર પર અંગત પ્રશ્નો પૂછવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ નેતાઓ અસંમતિ નોંધ રજૂ કરશે

આવી સ્થિતિમાં, એવા સંકેતો મળી રહ્યા છે કે, વિપક્ષી સભ્યો અસંમતિની નોંધો આપે તેવી સંભાવના વચ્ચે, એથિક્સ કમિટી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેના અહેવાલમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરી શકે છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર તેમના સભ્યો એન ઉત્તમ કુમાર રેડ્ડી અને વી વૈથિલિંગમ અસંમતિ નોંધ રજૂ કરશે. BSP સાંસદ દાનિશ અલી પણ અસંમતિ નોંધ રજૂ કરવા તૈયાર છે.

ADVERTISEMENT

કોંગ્રેસના સાંસદને કાર્યવાહીથી દૂર રાખવાનો આરોપ

તેના ડ્રાફ્ટ રિપોર્ટ પર વિચારણા કરવા અને સ્વીકારવા માટે એથિક્સ કમિટીની મંગળવારે (7 નવેમ્બર) બેઠક મળવાની હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી. જેના પર ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના સાંસદને કાર્યવાહીથી દૂર રાખવા અને બહુમતીથી રિપોર્ટ સ્વીકારવા માટે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી.

મહુઆ મોઇત્રાએ દાવો કર્યો, “એથિક્સ કમિટિનો કોઈ ડ્રાફ્ટ રિપોર્ટ સાંસદોને વહેંચવામાં આવ્યો ન હતો. જ્યારે ભાજપના નેતાઓ બહુમતી સાથે રિપોર્ટ સ્વીકારવા માટે સહયોગી પક્ષોનો સંપર્ક કરી રહ્યા હતા.”

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT