સલમાન ખાનની બહેનના ઘરે લાખો રૂપિયાની ચોરી, આરોપી ઘરનો જ વ્યક્તિ નિકળ્યો જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ADVERTISEMENT

Theft at arpita khan house
Theft at arpita khan house
social share
google news

Salman Khan Sister Arpita Khan: અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ડાયમંડ ઈયરિંગ્સ તેના જ ઘરમાંથી ચોરાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે તપાસ કરતાં હવે અર્પિતાના એક નોકરની ધરપકડ કરી છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અર્પિતાના મુંબઈના ઘરમાં એક ચોરી થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતાના ઘરેથી તેની હીરાની બુટ્ટી ચોરાઈ હતી. પોલીસે હવે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. અર્પિતા ખાનના ઘરેથી હીરાની બુટ્ટીઓ ચોરાઈ ગઇ હતી. ઈયરિંગ્સની ચોરી થયા બાદ અર્પિતા ખાને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં જઈને કેસ નોંધ્યો હતો. અર્પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તે ઘરમાંથી ચોરાયેલી બુટ્ટીની કિંમત 5 લાખ રૂપિયા છે. જે બાદ પોલીસે તાત્કાલિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી અને તે જ રાત્રે આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસના અનુસાર અર્પિતાના ઘરે કામ કરતા નોકરે જ ચોરી કરી હતી. જેની ઉંમર 30 વર્ષ જણાવવામાં આવી રહી છે. અર્પિતા ખાનના આ નોકરનું નામ સંદીપ હેગડે છે. જે મુંબઈ મહારાષ્ટ્રના વિલે પાર્લે વિસ્તારનો રહેવાસી છે. સંદીપ હેગડે (30) નામના વ્યક્તિએ 16 મેના રોજ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરેથી હીરાની બુટ્ટી ચોરી લીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કાનની બુટ્ટીની કિંમત 5 લાખ રૂપિયા હતી. સંદીપ હેગડે અર્પિતા ખાનના ઘરે હાઉસ હેલ્પ તરીકે કામ કરતો હતો.

અર્પિતા સલમાન ખાનની વાસ્તવિક બહેન નથી પરંતુ સલમાનના પિતા સલીમ ખાને દત્તક લીધી હતી. જો કે પરિવારના સભ્યોમાં તેને સંબંધીઓ કરતા વધુ પ્રેમ આપવામાં આવ્યો છે અને સલમાન તેને ખૂબ પ્રેમ કરે છે. અભિનેતા તેની બહેનની દરેક ઈચ્છા પળવારમાં પૂરી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્પિતા ખાને અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે. બંને બે બાળકોના માતા-પિતા છે. આયુષ શર્મા હાલ બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે છેલ્લે સલમાન ખાનની ફિલ્મ અંતિમમાંજોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT