વિશ્વના સૌથી શક્તિશાળી પહેલવાનો રાજકારણ સામે મજબુર! સરકારી તંત્ર નેતાઓને બચાવવામાં મશગુલ

ADVERTISEMENT

Fadration of kushti maha sangh
Fadration of kushti maha sangh
social share
google news

નવી દિલ્હી : કુશ્તી સંઘ અને પહેલવારો વચ્ચે એકવાર ફરીથી વિવાદ પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિના પહેલા પહેલવાનોએ (બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક) કુશ્તી WFI અધ્યક્ષ બ્રજભૂષણ પર સંગીન આરોપો લાગ્યા હતા. રવિવારે એકવારફરીથી પહેલવાનોએ પોતાના આરોપોને દોહરાવ્યા છે, સાથે જ જંતર મંતરથી ધરણાની જાહેરાત પણ કરી છે. સાંજે ચાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિનેશ ફોગાટ, સાક્ષી અને બજરંગ પુનિયાની સાથે બેસીને પહેલવાનોએ કુશ્તી ફેડરેશનની વિરુદ્ધ હુંકાર ભર્યો હતો અને જાહેરાત કરી કે જ્યા સુધી ન્યાય નથી મળી જતો અમે જંતર મંતર પર અમારા ધરણા શરૂ જ રાખીશું.

સાત મહિના પહેલા ફરિયાદ છતા કોઇ કાર્યવાહી નહી
પત્રકારો સાથે વાત કરતા પહેલવાન સાક્ષી મલિકે કહ્યું કે, સાત મહિલા પહેલવાનોએ ફરિયાદ કરી છે, પરંતુ તેમના પર ફરિયાદ છતા FIR નથી થઇ રહી. પોલીસ અધિકારીએ સોમવારે વાત કરવાનું જણાવી રહ્યા છે. સતત આ મામલાને ટલ્લાવી રહી છે. તેમણે કહ્યું કે, આ ખુબ જ સેન્સેટિવ કેસ છે, પરંતુ તેમાં મોડુ કયા કારણથી થઇ રહ્યું છે તે અમે નથી સમજી શકતા. તેમણે કહ્યું કે, પહેલા લગાવાયેલા આરોપોની તપાસ માટે કમિટી બેસાડવામાં આવી છે, જો કે કમિટીએ શું તપાસ કરી અને તે તપાસ માં શું નિષ્કર્ષ કાઢવામાં આવ્યો, તે હજી સુધી સામે નથી આવ્યું.

આ મામલો ખુબ જ સેન્સેટિવ છે છતા સરકાર ધ્યાન નથી આપી રહી
આ દરમિયાન ત્રણ પ્રમુખ પહેલવાનોને પુછવામાં આવ્યું કે, મામલો સેન્સેટિવ છે? જેના જવાબમાં સાક્ષી મલિકે કહ્યું કે, પહેલવાનોના શોષણનો મામલો છે. તમે સમજી શકો છો કે હેરેસમેન્ટનો કેસ કેટલા સેન્સેટિવ છે. એક યુવતીનો મામલો છે તો કેટલું સેન્સેટિવ હોઇ શકે છે. જ્યારે વિનેશ ફોગાટે કહ્યું કે, ખેલાડી કહી રહ્યા છે કે, હેરેસમેન્ટ થઇ રહ્યું છે, ત્રણ મહિનાથી મેન્ટલ ટોર્ચર સાથે જોડાયેલી રહી છે. અમે જ સુરક્ષીત નથી તો પછી કોણ સુરક્ષીત છે. મંત્રાલય અને કમિટી પાસેથી 3 મહિનાથી જવાબ માંગવાના પ્રયાસો કરી રહ્યા છીએ, જો કે માત્ર સરકારી રીતે ટલ્લાવવામાં આવી રહ્યું છે પરંતુ જવાબ નથી મળી રહ્યો.

ADVERTISEMENT

અધ્યક્ષને બચાવવા સમગ્ર સરકારી મશીનરી પ્રયાસો કરી રહી છે
WFI અધ્યક્ષ બ્રજભૂષણ માટે કહ્યું કે ખબર નહી કોને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. અમને જ્યાં સુધી ન્યાય નથી મળી જતો અમે અહીં જ રહીશું. બજરંગ પુનિયાએ કહ્યું કે, ત્રણ મહિનાથી પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઇ જવાબ નથી મળી રહ્યો. વિનેશ ફોગાટ પણ ખુબ જ ભાવુક થઇ ગઇ હતી અને રડવા લાગી હતી. સાક્ષી મલિકે કહ્યું કે, અમને પહેલા પણ ભરોસો હતો અને હજી પણ ભરોસો છેકે ન્યાય મળશે. એટલા માટે જ અમે જનતાની સામે આવ્યા છીએ. પીએમને પણ અપીલ કરી રહ્યા છીએ કે, અમારુ સાંભળે જેથી કુશ્તી સુરક્ષીત હાથોમાં જાય. અમારી ફરિયાદ પર કાર્યવાહી નથી થઇ રહી તે થવી જોઇએ. આટલા દિવસોમાં આરોપ લગાવવામાં આવ્યો અમે ખતમ (રમતની દ્રષ્ટીએ) ખતમ થઇ ચુક્યા છીએ. અમને ખોટા સાબિત ન કરો.

    follow whatsapp

    ADVERTISEMENT