મહિલાએ 2 ફૂટના બાળકને જન્મ આપ્યો, 7 કિલો વજન ડોક્ટરો પણ આશ્ચર્યચકિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

એમેઝોનાસ: બ્રાઝીલના AMAZONAS રાજ્યમાં એક મહિલાએ 2 ફૂટ લાંબા અને 7 કિલો વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. બાળકની હાઇટ અને વજન જોઇને ડોક્ટર ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી જન્મેલા બાળકોમાંથી આ સૌથી વિશાળ બાળક છે. બાળક એટલું વિશાળ હતું કે, માતા-પિતાએ ખરીદેલા કપડામાં પણ તે ફીટ થઇ શક્યો નહોતો. તેના માટે અલગથી મોટા પકડા મંગાવવા પડ્યા હતા.

નવજાત અને તેની માતા બંન્ને સ્વસ્થ છે. એક મીડિયા અનુસાર જન્મ 18 જાન્યુઆરીએ AMAZONAS રાજ્યના Parintisમાં Hospital padre Colombo ના સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ કરાવવામાં આવ્યો હતો. તે સમયે બાળકનું વજન 7 કિલોથી થોડું વધારે થયું હતું. લંબાઇ 2 ફૂટ હતી. ડોક્ટરે બાળકને સુપરસાઇઝ બેબી કહ્યું હતું કારણ કે તે રાજ્યમાં અત્યાર સુધીમાં જન્મેલા તમામ બાળકોમાં સૌથી મોટુ હોવાની શક્યતા છે.આ અગાઉ જન્મેલા બાળકનું વજન 5.5 કિલો અને હાઇટ 1-8 ફુટ હતું.

બાળકની 27 વર્ષીય માતાનું નામ ક્લીડિયન સેન્ટોસ છે. તે નિયમિત રીતે પ્રેગનેન્સી ટેસ્ટ અને ચેકિંગ માટે જતા હતા. ચેકઅપ બાદ તેમણે જણાવ્યું કે, સિઝેરિયન સેક્શનમાં રાખવા પડશે. બીજા દિવસે સેન્ટોસે બાળકને જન્મ આપ્યો હતો. તેમણે બાળકનું નામ એંગર્સન રાખ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT