પત્નીએ છુટાછેડા માંગતા પતિએ પોતાની કિડની પાછી માંગી, કોર્ટ ગોથે ચડી

ADVERTISEMENT

પતિએ છુટાછેડાના બદલે પત્ની પાસે પોતાની કિડની પરત માંગી
GujaratTak Divorcing husband wants kidney back
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પતિએ પત્ની બિમાર પડતા કિડની ડોનેટ કરી હતી

point

પત્નીએ છુટાછેડા માંગતા પતિએ કિડની પરત માંગી

point

કોર્ટે કહ્યું માંગણી કાયદાકીય રીતે યોગ્ય પરંતુ માનવીય રીતે નહી

તમે છૂટાછેડાના ઘણા કેસ જોયા હશે, પરંતુ આ કેસ થોડો અલગ છે. સામાન્ય રીતે પતિ કે પત્ની સમાધાન તરીકે પૈસા માંગે છે. પરંતુ આ વ્યક્તિએ માત્ર કિડની માંગી હતી. ડૉ. રિચાર્ડ બટિસ્ટાએ તેમની પત્નીને તેમની કિડની પરત કરવા કહ્યું, જે તેમણે તેમને દાનમાં આપી હતી. તેણે કહ્યું કે, જો કિડની પાછી ન આપી શકાય તો 1.2 મિલિયન પાઉન્ડ આપો, મામલો અમેરિકાનો છે. આ મામલો વર્ષ 2009નો છે. તેણે વર્ષ 1990માં તેની પત્ની ડોનેલ સાથે લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો છે. પરંતુ તેની પત્ની બીમાર હોવાને કારણે લગ્નજીવનમાં મુશ્કેલી ઉભી થવા લાગી.

બટિસ્ટાએ પોતાની કિડની પત્નીને ડોનેટ કરી હતી

ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, વર્ષ 2001માં બટિસ્ટાએ પોતાની પત્નીને કિડની દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તેની પ્રથમ પ્રાથમિકતા તેની પત્નીનો જીવ બચાવવા અને તેના બીજા લગ્નને મેનેજ કરવાની છે. પરંતુ માત્ર ચાર વર્ષ પછી, તેની પત્ની ડોનેલે છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. આ જોઈને બટિસ્ટા ખૂબ જ નિરાશ થઈ ગયો. તેણે તેની પત્ની પર અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું કે કાં તો કિડની પરત કરો અથવા પૈસા આપો.

કિડની પરત આપવી શક્ય નહી, તબીબી નિષ્ણાંત

તબીબી નિષ્ણાતોએ કહ્યું કે કિડની પાછી આપવી શક્ય નથી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડોનેલને તેની કિડની પરત કરવા માટે બીજું ઓપરેશન કરાવવું પડશે. તેના કારણે તેના જીવ પર પણ ખતરો છે. તેથી કિડની પાછી આપી શકાતી નથી. નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે હવે તે કિડની ડોનેલની બની ગઈ છે કારણ કે તે તેના શરીરમાં છે.

ADVERTISEMENT

કોર્ટે સ્વિકાર્યું કે કિડની પરત માંગવી કાયદાકીય રીતે સાચી માંગ પરંતુ...

જો કે, પાછળથી ડૉ. બેટિસ્ટાની કોઈપણ માંગણી પૂરી થઈ ન હતી. નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. કોર્ટે દસ પાનાનો ચુકાદો આપ્યો હતો. મેટ્રિમોનિયલ રેફરી જેફરી ગ્રોબે જણાવ્યું હતું કે, 'પ્રતિવાદીની વળતર અને કિડનીની માંગ માત્ર કાયદાની જરૂરિયાતની વિરુદ્ધ નથી, પરંતુ તે પ્રતિવાદીને ફોજદારી કાર્યવાહીમાં સંભવતઃ ખુલ્લા પાડી શકે છે.'

    follow whatsapp

    ADVERTISEMENT