કોરોનાનો આતંક યથાવત, ભારતમાં એકટિવ કેસની સંખ્યા 49 હજારને પાર
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ લોકોનીચિંતામાં વધારો કર્યો છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ લોકોનીચિંતામાં વધારો કર્યો છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,109 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાના સક્રિય કેસની સંખ્યા 49 હજારને વટાવી ગઈ છે.
ભારતમાં 49,622 એકટિવ કેસ
ગઈ કાલે ભારતમાં કોરોનાના 10,158 નવા કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44,998 થઈ ગઈ હતી. ત્યારે આજે કોરોનાના વધતાં સંક્રમણ સાથે એકટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે 49,622 એકટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યો જીવ
ભારતમાં કોરોના હાહાકાર મચાવી ચૂક્યો છે. ત્યારે કોરોનાને લઈ અત્યારસુધીમાં 5,31,064 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે કુલ સંક્રમણના 1.19 ટકા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાંથી 29 લોકોએ કોરોનાના સંક્રમણથી જીવ ગુમાવ્યો છે.ગઈકાલે દિલ્હી-રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, છત્તીસગઢ-પંજાબમાં બે-બે, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. . કેરળમાં આ યાદીમાં નવ જૂના મૃત્યુનો પણ ઉમેરો થયો છે. વેકસીનેશન હાલ ચિંતા વધારી રહ્યું છે. ભારત ભરમાંથી છેલ્લા 24 કલાકમાં ફક્ત 467 લોકોએ વેક્સિન લીધી છે. ત્યારે અત્યાર સુધીમાં 220,66,25,120 વેક્સિનના દોઝ અપાઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
4,47,97,269 થઈ ચૂક્યા છે કોરોનાથી સંક્રમિત
ડેઈલિ સંક્રમણ રેટ 5.01 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે વિકલીસંક્રમણ રેટ 4.29 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,97,269 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. હાલમાં દેશમાં સક્રિય દર્દીઓનો આંકડો કુલ કેસના 0.11 ટકા છે. ચેપમાંથી સાજા થવાનો દર 98.70 ટકા પર યથાવત છે. અત્યાર સુધીમાં 4,42,16,586 લોકોએ કોરોનાને હરાવ્યો છે. મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. રસીકરણની વાત કરીએ તો દેશમાં કોવિડ વિરોધી રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
એપ્રિલમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું
1.એપ્રિલ: 2993 કેસ
2.એપ્રિલઃ 3823 કેસ
3.એપ્રિલ: 3641 કેસ
4.એપ્રિલ: 3038 કેસ
5.એપ્રિલઃ 4435 કેસ
6.એપ્રિલઃ 5335 કેસ
7.એપ્રિલ: 6050 કેસ
8.એપ્રિલઃ 6155 કેસ
9.એપ્રિલ: 5357 કેસ
10. એપ્રિલ: 5880 કેસ
11.એપ્રિલ: 5676 કેસ
12. એપ્રિલ 7,830 કેસ
13. એપ્રિલ 10,158 કેસ
14. એપ્રિલ 11,109 કેસ
ADVERTISEMENT
ADVERTISEMENT