વિદ્યાર્થીએ શિક્ષકના પગમાં ગોળી મારી REEL બનાવી, કહ્યું તારા પગમાં 40 ગોળી મારવી છે પણ…
લખનઉ : આગરામાં બે વિદ્યાર્થીઓએ શિક્ષકના પગમાં ગોળી મારી દીધી ત્યાર બાદ REEL બનાવીને પોતાની શેખી હાંકી હતી. વીડિયોમાં વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે કે, શિક્ષકને…
ADVERTISEMENT
લખનઉ : આગરામાં બે વિદ્યાર્થીઓએ શિક્ષકના પગમાં ગોળી મારી દીધી ત્યાર બાદ REEL બનાવીને પોતાની શેખી હાંકી હતી. વીડિયોમાં વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે કે, શિક્ષકને 40 ગોળી મારવી છે એક મારી દીધી હવે 39 બચી છે. 6 મહિના બાદ ફરીથી તેને ગોળી મારીશું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ટ્યુશન ક્લાસિસના શિક્ષકને ગોળી મારી દીધી
ઉત્તરપ્રદેશના આગરાથી પરેશાન કરનારો એક મામલો સામે આવ્યો છે. જ્યાં બે વિદ્યાર્થીઓએ ટ્યુશનમાં ભણાવતા શિક્ષકના પગમાં ગોળી મારી દીધી. ઘાયલ શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે. એટલું જ નહી આરોપી વિદ્યાર્થીઓએ શિક્ષકને ગોળી માર્યા બાદ વીડિયો વાયરલ કરીને તેની માહિતી આપી.
શિક્ષકને ગોળી માર્યા બાદ REEL બનાવ્યું
વીડિયોમાં વિદ્યાર્થી બોલી રહ્યા છે કે, શિક્ષકને 40 ગોળી મારવાની છે એક મારી દીધી 39 બાકી છે. 6 મહિના બાદ ફરીથી ગોળી મારીશું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શિક્ષક અને વિદ્યાર્થી એખ જ ગામના રહેવાસી છે. ઘાયલ શિક્ષક સુમિતની ડૉ. ભીમરાવ આંબેડકર કમ્પ્યુટર ઇંસ્ટીટ્યૂટ છે.
ADVERTISEMENT
બે વિદ્યાર્થીઓએ શિક્ષકના પગમાં ગોળી મારી
આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખંદૌલી વિસ્તારનો છે. પોલીસ ઉપાયુક્ત પશ્ચિમી સોનમ કપુરે જણાવ્યું કે, બંન્ને વિદ્યાર્થીઓએ શિક્ષક સુમિતના ડાબા પગમાં ગોળી વાગી છે. સુમિતના જમણા પગમાં ગોળી આવી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી
મળતી માહિતી અનુસાર આરોપી તરૂણના શિક્ષક સુમિતના મોટા ભાઇ યોગેન્દ્ર સાથે કોઇ વાત અંગે બોલાચાલી થઇ ગઇ હતી. એટલા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવી હતી. બંન્ને વિદ્યાર્થીઓની ધરપકડ માટે ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે બંન્ને આરોપીઓને પકડવાના દાવા કરી રહી છે. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT