ભારતીય નૌકાદળની શક્તિમાં થશે વધારો, PM મોદી ફ્રાંસ સાથે કરશે 96 હજાર કરોડની ડીલ

ADVERTISEMENT

PM France Tour
PM France Tour
social share
google news

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાંસ પ્રવાસ દરમિયાન ભારત 96,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કરી શકે છે. આ ડીલ 26 Rafale-M ફાઈટર જેટ અને ત્રણ સ્કોર્પિન સબમરીન માટે છે. આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય માટે રાફેલનું મરીન વર્ઝન આવી રહ્યું છે. ચાલો જાણીએ કે આ હથિયારો આવવાથી ભારતની તાકાતમાં કેટલો વધારો થશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 થી 16 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે જઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ સમય દરમિયાન ભારત સરકાર 26 રાફેલ-એમ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ કરશે. આ ડીલ લગભગ 96 હજાર કરોડ રૂપિયાની હશે. રાફેલ એમ એટલે કે રાફેલ મરીન ફાઈટર જેટ. 26 Rafale-M ફાઈટર જેટમાંથી 22 ફાઈટર જેટ સિંગલ સીટર હશે. જ્યારે ચાર ડબલ સીટર ટ્રેનિંગ ફાઇટર હશે. તેમની ડીલ 90 હજાર કરોડમાં થશે. આ સિવાય પ્રોજેક્ટ 75 હેઠળ ત્રણ વધારાની સ્કોર્પિન ક્લાસ સબમરીન ભારતમાં લાવવામાં આવશે. રાફેલ-એમ ફાઈટર જેટ ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સ પર તૈનાત કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT