JP Nadda Wife Car: UP માં 3 વખત વેચાઈ જેપી નડ્ડાના પત્નીની ચોરી થયેલી કાર, દિલ્હીથી આ રીતે પહોંચી વારાણસી

ADVERTISEMENT

JP Nadda Wife Car
દિલ્હીથી વારણસી કેવી રીતે પહોંચી જેપી નડ્ડાના પત્નીની કાર?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વારાણસીમાંથી મળી આવી જેપી નડ્ડાની કાર

point

દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી થઈ હતી ચોરી

point

ડ્રાઈવર જોગીન્દર નોંધાવી હતી પોલીસ ફરિયાદ

JP Nadda's wife's Stolen SUV Recovered: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના પત્ની મલ્લિકા નડ્ડા (Mallika Nadda)ની ટોયોટા ફોર્ચ્યુનર કાર 19 માર્ચે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરી થઈ હતી. કારનો ડ્રાઈવર જોગીન્દર તેને સર્વિસ સેન્ટર પર મૂકીને થોડીવાર માટે ઘરે ગયો હતો. વારાણસીમાંથી એસયુવી કાર મળી આવી છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ કાર હિમાચલ પ્રદેશમાં જેપી નડ્ડાના પત્નીના નામે રજિસ્ટર્ડ છે.

19 માર્ચે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ  

ગત 19 માર્ચે જોગીન્દર સિંહે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જેમાં તેણે ગોવિંદપુરીના ગીરી નગરમાં આવેલા સર્વિસ સેન્ટરમાંથી ટોયોટા ફોર્ચ્યુનર કારની ચોરીની વાત કરી હતી. આ કારનો નંબર HP03D0021 હતો. આ અંગે કાર્યવાહી કરતા પોલીસે ઘણા સીસીટીવી કેમેરાની તપાસ કરી અને ત્યારબાદ પોલીસ ફરીદાબાદના બડકલ પહોંચી. અહીં ઓટો લિફ્ટર્સ શાહિદ અને શિવાંશ ત્રિપાઠીની સાથે-સાથે તેઓની ગેંગ વિશે તપાસ કરી. આ મામલે પોલીસને પહેલી સફળતા 22 માર્ચે મળી, જ્યારે ટીમે હરદોઈના રહેવાસી શિવાંશ ત્રિપાઠીની પટિયાલા હાઉસ કોર્ટની નજીકથી ધરપકડ કરી.

ક્રેટા કારની મદદથી ચોરીને આપ્યો અંજામ


પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે તેના સાથી શાહિદ, તેના જમાઈ ફારૂક અને એક શાહકુલ સાથે મળીને ગોવિંદપુરીમાંથી ટોયોટા ફોર્ચ્યુનર કારની ચોરીને અંજામ આપ્યો હતો. આ પછી આરોપીઓએ જણાવેલી જગ્યાએથી ચોરીની એક ક્રેટા કાર (UP15CL3808) પણ મળી આવી હતી, જેના દ્વારા તેઓએ ફોર્ચ્યુનરની ચોરીને અંજામ આપ્યો હતો. 

ADVERTISEMENT


ચોરી બાદ ફરીદાબાદ પહોંચાડી હતી કાર

આરોપીઓએ વધુમાં ખુલાસો કર્યો કે ફોર્ચ્યુનરની ચોરી કર્યા બાદ તેને ફરીદાબાદમાં આવેલા ફારૂકના ફાર્મહાઉસમાં રાખવામાં આવી હતી. તેઓએ પોલીસને જણાવ્યું કે, તેણે શાહિદ સાથે મળીને ફોર્ચ્યુનર કાર કારના રિસીવર સલીમને વેચી હતી, જે યુપીના લખીમપુર ખીરીનો રહેવાસી હતો. તે લક્ઝરી કારોને મુરાદાબાદ, સીતાપુર, હાથરસ, મૈનપુરી અને નોર્થ-ઈસ્ટમાં ચોરેલી કારોને રિસીવરને વેચતો હતો. 

લખીમપુરથી કેવી રીતે પહોંચી વારાણસી?

જે બાદ લખીમપુર ખીરીમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે રીસીવર સલીમ ઝડપાયો હતો. તેણે જણાવ્યું કે તેણે ફોર્ચ્યુનરને સીતાપુરમાં રહેતા રઈસને વેચી દીધી છે. જ્યારે પોલીસે આરોપી રઈસની સીતાપુરથી ધરપકડ કરી હતી, જેણે ખુલાસો કર્યો કે તેણે એસયુવી કાર અમરોહાના રહેવાસી ફુરકાનને વેચી હતી. જે બાદ રઈસની કબૂલાત પર પોલીસે ચોરેલી ટોયોટા ફોર્ચ્યુનર કારને વારાણસીના બેનિયાબાગ પાર્કિંગમાંથી કબજે કરી.

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT