જે સ્ટેચ્યુને જોવા આખુ વિશ્વ આવે છે, તેની પાછળ આવેલા ગામ વિકાસ માટે વલખે છે
નર્મદા : કેવડિયા પાસે ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં હાલ સૌથી મોટી સમસ્યા ખરાબ રોડ…
ADVERTISEMENT
નર્મદા : કેવડિયા પાસે ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં હાલ સૌથી મોટી સમસ્યા ખરાબ રોડ રસ્તાની છે પરંતુ આખા વિશ્વના આકર્ષણ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલા એક ગામમાં તો રોડ જ નથી. પાણી વચ્ચેથી લોકોને પસાર થવું પડી રહ્યુ છે. ગુજરાતના વિકાસ મોડલની વાતો વચ્ચે ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે.
નર્મદા જિલ્લાની સૌથી કડવી વાસ્તવિકતા
નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલા એકતાનગરમાં આશરે 5 હજાર કરોડથી વધારેનું રોકાણ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકસાવવામાં આવી રહ્યું છે. જો કે જ્યાં જળહળાટછે તેની પાછળ ભારે અંધારૂ છે. સ્થાનિકો માટે સારો રોડ ખરાબ રોડ નહી પરંતુ રોડ જ એક સપનું છે. મહિલાને પ્રસુતિ પીડા ઉપડે તો ઝોળી અથવા ખાટલામાં નાખીને બીજા કિનારે જવું પડતું હોય છે. 2 કિલોમીટર પાણીમાં ચાલીને મુખ્ય માર્ગ પર આવ્યા બાદ કોઇ વાહન મળે ત્યારે હોસ્પિટલ પહોંચવું પડે છે. ચોમાસાના સમયમાં સૌથી વધારે સમસ્યા પેદા થાય છે.
વિકાસના ઝળહળાટ પાછળની કડવી વાસ્તવિકતા
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીનો ઝળહળાટ છે પરંતુ સ્થાનિકો વિકાસ માટે ઝંખે છે. નર્મદાના ગરુડેશ્વરનો ઝરવાણીનો ડુંગરાળ પ્રદેશ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગામની 2500 જેટલી વસ્તી છે. જો કે ઝરવાણી ગામ નજીક ખાડીમાં પાણી આવી જવાના કારણે ગામના લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડે છ. ગામમાથી નિકળવાનો એકમાત્ર માર્ગ ખાડીના પાણીમાં જળમગ્ન થઇ જાય છે. આ પ્રતિવર્ષે સર્જાતી સમસ્યા છે.
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ વીડિયો વાયરલ કરી સરકાર પાસે કરી માંગ
જો કે આધુનિક યુગમાં લોકો સરકારને રજુઆતો કરીને થાકે ત્યારે સોશિયલ મીડિયાનો સહારો લેતા હોય છે. આવો જ એક વીડિયો ગ્રામજનો દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે. ગામના લોકોની માંગ છે કે, નાનકડો પુલ બનાવી દેવામાં આવે. જેથી તેઓનો વ્યવહાર ટકેલો રહે. વીડિયો વાયરલ કરીને સરકારને ગામની સ્થિતિ અંગેનો વીડિયો નોંધાવ્યો છે.
ADVERTISEMENT