કુદરતી હાજતે ગયેલા યુવકના પ્રાઇવેટ પાર્ટમાંથી સાપ આંતરડામાં ઘુસી જતા પરિવારનો હોબાળો
હરદોઇ : ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં એક નશેડીની વિચિત્ર હરકતના કારણે ડોક્ટર્સને દોડતા કરી દીધા હતા. સોમવારે રાત્રે મેડિકલ કોલેજની ઇમરજન્સીમાં પહોંચેલા એક યુવકે ઘટના સ્થે…
ADVERTISEMENT
હરદોઇ : ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં એક નશેડીની વિચિત્ર હરકતના કારણે ડોક્ટર્સને દોડતા કરી દીધા હતા. સોમવારે રાત્રે મેડિકલ કોલેજની ઇમરજન્સીમાં પહોંચેલા એક યુવકે ઘટના સ્થે હાજર ડોક્ટર્સે જણાવ્યું કે, શૌચ કરતા સમયે સાંપે તેના પ્રાઇવેટ પાર્ટ પર ડંખ માર્યો અને ત્યાર બાદ તે મળદ્વારથી જ અંદર ઘુસી ગયો હતો. જેના પગલે તેની સ્થિતિ બગડવા લાગી હતી. જેથી તત્કાલ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજા દિવસે તેની તપાસ કરવામાં આવી હતી. જો કે કંઇ પણ મળ્યું નહોતું. ડોક્ટર્સ વારંવાર તેમને સમજાવતા રહ્યા કે મળદ્વારમાં સાપ જાય તેવું શક્ય નથી. જો કે પરિવાર માન્યો નહોતો અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું જણાવીને દર્દીને લઇને તેઓ નિકળી ગયા હતા.
હરદોઇ જિલ્લામાં સોમવારે ખુબ જ વિચિત્ર બનાવ બન્યો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના હરદોઇ જિલ્લામાં સોમવારે સવારે 8.15 વાગ્યે બનિયાપુર ગામના રહેવાસી મહેન્દ્રને લઇને હરદોઇ મેડિકલ કોલેજ ખાતે આવ્યો હતો. ઇમરજન્સીમાં તેને જણાવાયું કે, ખુલ્લામાં શૌચ કરવા માટે ગયો હતો. જ્યાં અચાનક કાળા રંગનો સાપે તેના ગુપ્ત ભાગ પર ડંખ માર્યો હતો. ત્યાર બાદ આ સાપ પ્રાઇવેટ પાર્ટના રસ્તે પેટની અંદર ઘુસી ગયો હતો. તેને સતત પેટમાં દુખાવો થઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ડોક્ટરે પહેલા સમજાવવાનો પ્રયાસ કર્યો કે ગુદામાર્ગથી સાપ અંદર જાય તેવી શક્યતા નથી. તેમ છતા પેટના દુખાવા અંગે તપાસ કરી હતી. જો કે તમામ વસ્તું નોર્મલ હતી.
પરિવારને સંતોષ નહી થતા આખરે યુવકને ખાનગી હોસ્પિટલ ખસેડાયો
જો કે પરિવારને સંતોષ નહી થતા બીજા દિવસે મોટા ડોક્ટર તમને ચેક કરશે તેમ કહીને યુવકને દવા આપીને દાખલ કરી દેવામાં આવ્યા હતા. જો કે સવારે નિષ્ણાંત ડોક્ટર્સે પણ તપાસ કરીન તેમને કંઇ જ નહી હોવાનું જણાવ્યું હતું. જો કે પરિવારને સંતોષ નહી થતા તેમણે યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારને ડોક્ટર્સે વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિવાર સમજી શખ્યો નહોતો.
આ પણ વાંચો
ADVERTISEMENT
ADVERTISEMENT