પાકિસ્તાનના વિદેશમંત્રીની બહેન લગ્ન બાદ પતિ સાથે મહાદેવના મંદિરે પહોંચી, દુધ-જળ અર્પણ કર્યું

ADVERTISEMENT

Soster of Bilaval Bhutto
Soster of Bilaval Bhutto
social share
google news

ઇસ્લામાબાદ : મંદિરમાં પૂજા કરતી તેમની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આના પર યુઝર્સ ઘણા પ્રકારના ફીડબેક આપી રહ્યા છે. ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ ‘સિંધી-અજરક’ ધરાવતા એક યુઝરે તસવીર પોસ્ટ કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ભત્રીજી, વર્તમાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની બહેન, લેખક, સામાજિક કાર્યકર અને પાકિસ્તાનના દિવંગત વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી ફાતિમા ભુટ્ટોએ પોતાના લગ્ન બાદ કરાચીમાં એક હિન્દુ મંદિરમાં જઈને એક નવું જ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ભત્રીજી અને મુર્તઝા ભુટ્ટોની 40 વર્ષની પુત્રી ફાતિમાના લગ્ન શુક્રવારે કરાચીમાં તેના દાદાની લાઈબ્રેરીમાં થયા હતા.

ફાતિમાએ ગ્રેહામ જિબ્રાન સાથે લગ્ન કર્યા
ફાતિમા અને તેના પતિ ગ્રેહામ જિબ્રાન રવિવારે કરાચીના પ્રાચીન મહાદેવ મંદિર પહોંચ્યા કે તરત જ આ સમાચારે સોશિયલ મીડિયા પર તહેલકા મચાવી દીધો છે. ફાતિમાની હિન્દુ મંદિરની મુલાકાતને પ્રાચીન સમયમાં કરાચીમાં સ્થાયી થયેલા જૂના હિન્દુ સિંધીઓને શ્રદ્ધાંજલિ તરીકે જોવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાતિમાના પતિ ગ્રેહામ અમેરિકન નાગરિક છે. મંદિરમાં, ફાતિમા તેના પતિ (જે ખ્રિસ્તી છે) ભાઈ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જુનિયર અને હિંદુ નેતાઓએ ધાર્મિક વિધિઓ કરી અને દેવતાઓને દૂધનો અભિષેક કર્યો હતો.

પ્રાચિન મહાદેવના મંદિર પર પહોંચ્યાની તસવીર વાયરલ
મંદિરમાં પૂજા કરતી તેમની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ અંગે યુઝર્સ અનેક પ્રકારના ફીડબેક આપી રહ્યા છે. આ તસવીર પર ટિપ્પણી કરતા ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ ‘સિંધી-અજરક’ સાથેના એક યુઝરે લખ્યું, “આવી તસવીરો જોવી ખૂબ જ સરસ છે. અન્ય એક યુઝરે લખ્યું, લવલી પરંતુ ઘણા લોકોને આશ્ચર્ય થયું કે ફાતિમા હિન્દુ મંદિરમાં શું કરી રહી છે.કુલસૂમ મુગલ નામના ટ્વિટર યુઝરે પૂછ્યું કે, આ વિધિનો અર્થ શું છે? અન્ય એક યુઝરે કહ્યું, તો સિંધમાં સેક્યુલરિઝમનો અર્થ હિંદુ ધર્મનું પાલન થાય છે.

ADVERTISEMENT

ફાતિમાની તસવીરો વાયરલ
ફાતિમાના ભાઈએ એક ટ્વીટમાં કહ્યું કે દેશવાસીઓ અને દેશની મહિલાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અનુભવાઈ રહેલી મુશ્કેલ પરિસ્થિતિને કારણે અમને નિકાહને ભવ્ય રીતે ઉજવવાનું અયોગ્ય લાગ્યું. મહેરબાની કરીને ફાતિમા અને ગ્રેહામ (જીબ્રાન) ને તમારી પ્રાર્થનામાં રાખો અને તેમની શુભકામનાઓ.

ભુટ્ટો પરિવાર પાકિસ્તાનના સૌથી શક્તિશાળી પરિવારો પૈકી એક
ભુટ્ટો પરિવાર પાકિસ્તાનની રાજનીતિમાં એક શક્તિશાળી પરિવાર રહ્યો છે, પરંતુ પરિવાર પણ દુર્ઘટનાઓથી ઘેરાયેલો છે. લશ્કરી બળવા પછી એપ્રિલ 1979 માં લશ્કરી સરમુખત્યાર ઝિયા ઉલ હક દ્વારા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી હતી. તેમની મોટી પુત્રી, બેનઝીર ભુટ્ટો, જેઓ પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે, તેમની ડિસેમ્બર 2007માં રાવલપિંડીમાં હત્યા કરવામાં આવી હતી. અગાઉ સપ્ટેમ્બર 1996માં, ભુટ્ટોના ભાઈ મુર્તઝા ભુટ્ટોની પોલીસ દ્વારા ક્લિફ્ટનમાં તેમના નિવાસસ્થાન પાસે, અન્ય છ પક્ષના કાર્યકરો સાથે હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેમની બહેન વડાપ્રધાન હતી. તેમના નાના ભાઈ શાહનવાઝ ભુટ્ટો પણ 1985માં ફ્રાન્સમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT