IPL 2023નું જાણો આખું શિડ્યુલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોની વચ્ચે રમાશે પ્રથમ મેચ ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ IPL 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યુ છે. કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આનંદની વાત એ છે કે આ ટુર્નામેન્ટની પહેલી મેચ અમદાવાદમાં રમાશે. ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. ફાઈનલ 28 મેના રોજ રમાશે.

પ્રથમ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
IPL 2023નું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યુ છે. પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમાશે.આઈપીએલ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ ગત સિઝનમાં ડેબ્યૂ કર્યુ હતુ. ટીમની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ.તો પ્રતિસ્પર્ધી ટીમ ચેન્નઈ સુપરકિંગ્સની આગેવાની એમ.એસ.ધોની કરી રહ્યાં છે.આ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ જ અમદાવાદમાં રમાશે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ 2 એપ્રિલે બેંગ્લોરમાં આમને-સામને થશે.

આ પણ વાંચોઃ તાલિબાની હુમલો :કરાંચીમાં 4 કલાક ચાલ્યો ગોળીબાર, 6 લોકોનાં મોત 12 ઘાયલ

ADVERTISEMENT

12 સ્થળો પર રમાશે મેચ
અમદાવાદ, મોહાલી, લખનૌ સહિત કુલ 12 શહેરોમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. મેચ હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી અને ધર્મશાળામાં પણ રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે. 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં મુંબઈ, રાજસ્થાન, કોલકાતા, દિલ્હી, લખનઉંની ટીમો છે જ્યારે ગ્રુપ Bમાં ચેન્નાઈ, પંજાબ, સનરાઈઝર્સ, બેંગ્લોર અને ગુજરાતનો સમાવેશ થાય છે.

જાણો IPL 2023નું શિડ્યુલ

ADVERTISEMENT

 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT