દિવાળીને ‘શોક દિવસ’ની જેમ મનાવે છે આ ગામના લોકો, સેંકડો વર્ષોથી ચાલી આવી રહી છે આ પરંપરા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Diwali 2023: દિવાળીના તહેવારની દરેક લોકો આત્તુરતાથી રાહ જુએ છે. તેને ખૂબ જ ધામધૂમથી મનાવવા માટે લોકો એક મહિના પહેલા જ ઘરને શણગારવાનું, ખરીદી કરવાનું, મિત્રો અને સંબંધીઓને ગિફ્ટ મોકલવાનું શરૂ કરે છે. આ દિવસે દરેક ઘરમાં ગણેશજી-માં લક્ષ્મીજીની પૂજા કર્યા પછી આખા ઘરમાં ઘી કે તેલના દીવા પ્રગટાવવામાં આવે છે. પૂજા કર્યા પછી દરેક લોકો સગા-સંબંધીઓના ઘરે બેસવા માટે જાય છે અને મોં મીઠું કરાવીને તહેવારની ઉજવણી કરે છે. પરંતુ શું તમે જાણો છે કે દેશમાં એક ગામ એવું પણ છે જ્યાં દિવાળીના દિવસે લોકો શોક મનાવે છે.જી હાં, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અટારી નામનું ગામ આવેલું છે. જ્યાં લોકો દિવાળીના દિવસે શોક મનાવે છે. અહીં આ દિવસે કોઈપણ ઘરમાં પૂજા-અર્ચના તો દૂર ઘરમાં દીપ પણ પ્રગટાવતા નથી. નવાઈની વાત એ છે કે આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે.

દિવાળી પર શોક મનાવે છે લોકો

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના અટારી ગામમાં દિવાળીને શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ગામ ઉપરાંત તેની આસપાસ આવેલા મોટીહાની, લાલપુર, મિશુનપુર, ખોરાડીહ જેવા અડધો ડઝન ગામોમાં દિવાળીનો તહેવાર ‘શોક દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ તમામ ગામોમાં રહેતા ચૌહાણ સમાજના આશરે 8 હજાર લોકો વર્ષોથી આ પરંપરા નિભાવે છે. ગ્રામજનો પેઢી દર પેઢી દિવાળીના દિવસે શોક મનાવવાની પરંપરા જાળવી રહ્યા છે. આ અનોખી પરંપરા સેંકડો વર્ષોથી ચાલી આવી રહી છે.

જાણો કેમ નથી માનવતા દિવાળી

વાસ્તવમાં આ ગામોમાં સ્થાયી થયેલા ચૌહાણ સમાજના લોકો પોતાને હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજો કહે છે. તેઓનું માનવું છે કે દિવાળીના દિવસે જ મોહમ્મદ ગૌરીએ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની હત્યા કરી હતી. એટલું જ નહીં મોહમ્મદ ગૌરીએ પૃથ્વીરાજ ચૌહાણના મૃતદેહને ગાંધાર લઈ જઈને દફનાવી દીધો હતી. આ કારણથી લોકો આ દિવસે પોતાના ઘરોમાં રોશની નથી કરતા. આ કારણથી સમાજના લોકો દિવાળીના તહેવાર પર શોક મનાવે છે.

ADVERTISEMENT

દેવ દિવાળીએ કરે છે ઉજવણી

રાજગઢ વિસ્તારના અટારી ગામમાં ચૌહાણ સમાજના લોકોની વસ્તી અન્ય ગામો કરતા વધુ છે. દિવાળીને બદલે ગ્રામજનો દેવ દિવાળી (એકાદશી)ના દિવસે ખુશી-ખુશી પૂજા-અર્ચના કરે છે, ઘરોને રોશનીથી સજાવે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT