વિશ્વના સૌથી શક્તિશાળી મુસ્લિમ દેશે શહેરનું નામ બદલી હિંદ સિટી રાખ્યું
નવી દિલ્હી : ઇસ્લામિક દેશ સંયુક્ત અરબ અમીરાતમાં (UAE) એક શહેરનું નામ બદલીને હિંદ સિટી કરી દેવામાં આવ્યું છે. સંયુક્ત અબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન…
ADVERTISEMENT
નવી દિલ્હી : ઇસ્લામિક દેશ સંયુક્ત અરબ અમીરાતમાં (UAE) એક શહેરનું નામ બદલીને હિંદ સિટી કરી દેવામાં આવ્યું છે. સંયુક્ત અબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે આદેશ આપ્યો કે, UAE એ એક જિલ્લાનું નામ બદલવામાં આવે. તેમના આદેશ પર અલ મિનહાદ અને તેની આસપાસના વિસ્તારોને હવે હિંદ સિટીના નામથી ઓળખવામાં આવશે.
અલ મક્તુમે પોતાની પત્નીના નામે શહેરનું નામ રાખ્યું
અલ મક્તુમે પોતાની પત્ની શેખા હિંદ બિન્ત મક્તુમ બિન જુમાના નામે આ સ્થળના નામને બદલવાની જાહેરાત કરી છે. હિંદ અરબી મહિલાઓ વચ્ચે એક પ્રચલિત નામ છે. હિંદ સિટી 83.9 કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેમાં ચાર મુખ્ય ઝોન બનાવાયા છે. હિંદ-1, હિંદ-2, હિંદ-3 અને હિંદ-4 છે.
દુબઇના અનેક મહત્વના રોડ આ શહેરમાંથી પસાર થાય છે
દુબઇના આ શહેરમાં અમીરાત રોડ, અલ એન રોડ અને જેબેલ અલી લેહબાબ રોડ સહિત યુએઇના કેટલાક મુખ્ય રસ્તાઓ આવેલા છે. આ કોઇ પહેલીવાર નથી જ્યારે યુએઇમાં કકોઇ મહત્વપુર્ણ સ્થળનું નામ બદલી દેવામાં આવ્યું હોય. આ અગાઉ 2010 માં સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાને દુબઇનું નામ બદલીને બુર્જ ખલીફા કરી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ UAE ના પ્રભાવશાળી શાસક
શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ સંયુક્ત અરબ અમીરાતના પ્રભાવી શાસક માનવામાં આવે છે. તેઓ યુએઇના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી હોવાની સાથે સાથે દુબઇના શાસક પણ છે. અલ મક્તુમ સંયુક્ત અરબ અમિરાતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દુબઇના શાસક શેખ રાશિદ બિન સઇદ અલ મક્તુમના ત્રીજા પુત્ર છે. 2006 માં પોતાના ભાઇ મક્તુમના મોત બાદ મોહમ્મદે ઉપરાષ્ટ્રપતિ અને શાસક તરીકે પદભાર સંભાળ્યો હતો. અલ મક્તુમ એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર પણ છે.
ADVERTISEMENT