રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે કરાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શેરબજારના કિંગ અને ભારતના વોર્ન બફેટ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલાને થોડા સમય પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ તેમની તબિયત અચાનક ફરી બગડી હતી. રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.રાકેશ ઝુનઝુનવાલાના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે બાણગંગા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. રાકેશ ઝુનઝુનવાલા શેરબજારમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક હતા.

રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ 5 ઓગસ્ટ 1960ના રોજ થયો હતો, તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઝુનઝુનવાલા રેર એન્ટરપ્રાઈઝ નામની કંપની ચલાવતા હતા જે તેમના અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. રાકેશ ઝુનઝુનવાલા હંગામા મીડિયા અને અપટેક કોમ્પ્યુટર જેવી કંપનીઓના ચેરમેન હતા. આ સિવાય તેઓ વાઈસરોય હોટેલ્સ, કોનકોર્ડ બાયોટેક, પ્રોવોગ ઈન્ડિયા અને જિયોજી ફાઈનાન્સિયલ સર્વિસીસ જેવી કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ હતા. રાકેશ ઝુનઝુનવાલાના પિતા આવકવેરા અધિકારી હતા. ઝુનઝુનવાલાએ 1985માં શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું જ્યારે તેઓ હજુ કોલેજમાં હતા.

રાકેશ ઝુનઝુનવાલાનું મૂવી કનેક્શન
ઉધ્યોગ જગત સાથે જોડાયેલા લોકો માટે એક સમયે ફિલ્મ ક્ષેત્રે કામગિરિ કરવી ખૂબ સામાન્ય વાત છે કારણ કે આ ચમકદાર ઇન્ડસ્ટ્રીમાં પૈસાની કોઈ કમી નથી. કરોડોની સંપત્તિના માલિક રાકેશ ઝુનઝુનવાલાએ પણ  વર્ષે 2012માં ફિલ્મ ક્ષેત્રે હાથ અજમાવી જોયો હતો. વર્ષ 2012માં રીલિઝ થયેલી ઈંગ્લિશ-વિંગ્લિશને રાકેશ ઝુનઝુનવાલાએ પ્રોડ્યુસ કરી હતી.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદીએ શેર કર્યો હતો ફોટો
રાકેશ ઝુનઝુનવાલા ગયા વર્ષે 5 ઓક્ટોબર, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ઝુનઝુનવાલા સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, વન એન્ડ ઓન્લી રાકેશ ઝુનઝુનવાલાને મળીને આનંદ થયો. તેમણે કહ્યું હતું કે તેઓ ભારત વિશે ખૂબ જ દૂરંદેશી, આશાવાદી છે.

આ કંપનીમાં ઝુનઝુનવાલાએ રોક્યા છે પૈસા
ઝુનઝુનવાલા રેર એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતા હતા. તેણે પોતાની પેઢી દ્વારા ઘણી કંપનીઓમાં જંગી રોકાણ કર્યું છે. તેમાં ટાઇટન, ટાટા મોટર્સ, ક્રિસિલ, અરબિંદો ફાર્મા, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, એનસીસી, એપ્ટેક લિમિટેડ, આયન એક્સચેન્જ, એમસીએક્સ, ફોર્ટિસ હેલ્થકેર, લ્યુપિન, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસ, રેલિસ ઇન્ડિયા, જુબિલન્ટ લાઇફ સાયન્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT