આદિ મહોત્સવના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી સમાજનું હિત મારા માટે અંગત સંબંધો અને લાગણીઓની બાબત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘આદી મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ અહીં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી. આ મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, ભોજન, વાણિજ્ય અને પરંપરાગત કલા પ્રદર્શિત કરવામાં આવી રહી છે.   આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આદિવાસી સમાજના વિકાસ અને વારસા વિશે ચર્ચા કરી હતી. કહ્યું કે દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજ અને પરિવાર સાથે ઘણા અઠવાડિયા વિતાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘આદી મહોત્સવ’ વિકાસ અને વારસાના વિચારને વધુ જીવંત બનાવી રહ્યો છે. જે પહેલા પોતાની જાતને દૂર સમજતા હતા, હવે સરકાર તેને મુખ્ય પ્રવાહમાં લાવીને તેના દ્વારે જઈ રહી છે. આદિવાસી સમાજનું હિત મારા માટે અંગત સંબંધો અને લાગણીનો વિષય છે.

આદિવાસી પરિવાર સાથે ઘણા અઠવાડિયા રહ્યો છું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે દેશના ખૂણે ખૂણે આદિવાસી સમાજ અને પરિવાર સાથે ઘણા અઠવાડિયા વિતાવ્યા છે. મેં તમારી પરંપરાઓને નજીકથી જોઈ છે, તેમની પાસેથી શીખ્યા અને જીવ્યો પણ છું. આદિવાસી જીવનશૈલીએ મને દેશના વારસા અને પરંપરાઓ વિશે ઘણું શીખવ્યું છે. આજે ભારત આદિવાસી પરંપરાને તેની ધરોહર તરીકે રજૂ કરી વિશ્વમાં ગૌરવ અનુભવે છે. આજે ભારત દુનિયાને કહે છે કે જો તમારે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો ઉકેલ જોઈતો હોય તો આપણા આદિવાસીઓની જીવન પરંપરા જુઓ. તમને રસ્તો મળી જશે.

ADVERTISEMENT

આદિવાસી સમાજમાંથી પ્રેરણા મળે
વડાપ્રધાનમોદીએ કહ્યું કે કેવી રીતે આપણે પ્રકૃતિમાંથી સંસાધનો લઈને તેનું સંરક્ષણ કરી શકીએ છીએ. આપણને આપણા આદિવાસી સમાજમાંથી પ્રેરણા મળે છે. ભારતના આદિવાસી સમાજ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે. અને તે વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. આજે વિવિધ રાજ્યોમાં 80 લાખથી વધુ સેલ્ફ હેલ્ફ ગ્રુપો કાર્યરત છે. જેમાં 1.25 કરોડથી વધુ સભ્યો આપણા આદિવાસી ભાઈઓ અને બહેનો છે અને તેમાંથી મોટી સંખ્યામાં આપણી માતાઓ અને બહેનો છે. આદિવાસી વિસ્તારોમાં સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. દેશના હજારો ગામડાઓ જે અગાઉ ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત હતા તેમને 4જી કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યા છે. અહીંના યુવાનો હવે ઈન્ટરનેટ અને ઈન્ફ્રા દ્વારા મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો: કાનપુરમાં બ્રાહ્મણ અગ્રણી નેતાને BJP ના ધારાસભ્યે ગાળો ભાંડી, સમગ્ર મામલે વીડિયો વાયરલ

ADVERTISEMENT

નવી શિક્ષણ નીતિ આદિવાસીઓ માટે વિકલ્પો ખોલે છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2004 થી 2014 વચ્ચે માત્ર 90 ‘એકલવ્ય શાળાઓ’ ખોલવામાં આવી હતી. જ્યારે 2014 થી 2022 સુધી અમે 500 થી વધુ ‘એકલવ્ય શાળાઓ’ને મંજૂરી આપી છે. તેમાંથી 400 થી વધુ શાળાઓમાં અભ્યાસ શરૂ થયો છે અને એક લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ શાળાઓમાં અભ્યાસ કરવા લાગ્યા છે. ભાષાના અવરોધને કારણે આદિવાસી યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ પણ ખોલવામાં આવ્યો છે. હવે આપણા આદિવાસી બાળકો, આદિવાસી યુવાનો પોતાની ભાષામાં અભ્યાસ કરી શકશે. આગળ વધી શકશે. જ્યારે દેશ છેલ્લે ઉભેલી વ્યક્તિને પોતાની પ્રાથમિકતા આપે છે, ત્યારે પ્રગતિનો માર્ગ આપોઆપ ખૂલી જાય છે. અમારી સરકારમાં ‘વંચિતોને પ્રાધાન્ય’ના મંત્ર સાથે દેશ વિકાસના નવા આયામને સ્પર્શી રહ્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT