સાવધાન! Wi-Fiના ઉપયોગને લઈને સરકારે જાહેર કરી ચેતવણી, જાણી લેજો નહીં તો પસ્તાશો
હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે યુઝર્સ વાઈ-ફાઈ કનેક્શન પસંદ કરી રહ્યા છે. ઘરની અંદર Wi-Fiનો ઉપયોગ કરવો સેફ છે. પરંતુ જો તમે ઘરની બહાર ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ માટે પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે.
ADVERTISEMENT
હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે યુઝર્સ વાઈ-ફાઈ કનેક્શન પસંદ કરી રહ્યા છે. ઘરની અંદર Wi-Fiનો ઉપયોગ કરવો સેફ છે. પરંતુ જો તમે ઘરની બહાર ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ માટે પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરનારા યુઝર્સ હેકર્સના ટાર્ગેટ પર રહે છે. જાહેર સ્થળોએ લાગેલા Wi-Fi સાથે કનેક્ટેડ ડિવાઈસિસના ડેટા જેમ કે ફોટા અને બેકિંગ ડિટેલ્સને હેકર્સ સરળતાથી ચોરી કરી શકે છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની CERT-In એટલે કે કોમ્પ્ચુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે યુઝર્સ માટે કેટલીક જરૂરી સેફ્ટી ટિપ્સ (WiFi Best Practices) શેર કરી છે.
CERT-In એ આપી જરૂરી સલાહ
CERT-In એ તેના સત્તાવાર એક્સ (X) એકાઉન્ટમાંથી પોસ્ટ કરીને પબ્લિક વાઈ-ફાઈનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવાને લઈને કેટલીક જરૂરી સલાહ આપી છે. આ ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે ખુદને સુરક્ષિત રાખીને આરામથી પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરી શકો છે. ચાલો જાણીએ આ વિશે...
Safety tip of the day: Switch off Wi-Fi service when not in use.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/Al4RiFBTTY
— CERT-In (@IndianCERT) July 26, 2024
પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરતા પહેલા આ ધ્યાન રાખો
- પબ્લિક વાઈ-ફાઈથી તમારા ફોનને કનેક્ટ કરતા પહેલાં ત્યાંના સ્ટાફ પાસેથી નેટવર્કનું નામ અને લોગઈનની યોગ્ય રીત કન્ફોર્મ કરી લો.
ADVERTISEMENT
- પબ્લિક વાઈ-ફાઈ કનેક્શન પર ક્યારેય ઓનલાઈન શોપિંગ, બેકિંગ અથવા અન્ય સેન્સિટિવ એક્ટિવિટી ન કરો.
- ઓનલાઈન શોપિંગ અને બેકિંગ માટે એ જ વેબસાઈટ્સ પર જાવ જેની શરૂઆત http:// થી થતી હોય.
ADVERTISEMENT
- જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરો.
ADVERTISEMENT
- જ્યારે જરૂર ન હોય ત્યારે પબ્લિક Wi-Fi કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દો.
- ફોનના OS અને એન્ટી વાયરસને હંમેશા અપડેટ રાખો.
- મોબાઈલ હોટસ્પોટ અને હોમ Wi-Fi નેટવર્ક માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.
- ઓટો-કનેક્ટ Wi-Fi ઓપ્શનને ઓફ રાખો.
અહીં કરો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે સાયબર ક્રાઈમ સંબંધિત મામલાઓની ફરિયાદ કરવા માટે તમે event@cert-in.org.in પર મેઈલ કરી શકો છો. આ સિવાય તમે 1930 પર કોલ પણ કરી શકો છો.
ADVERTISEMENT