જે યુવતીને સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બતાવી, તે મુસ્લિમ પ્રેમી સાથે થઈ ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભોપાલ: ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને લઈને ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિન્દુ નર્સિંગ સ્ટુડન્ટે યુસુફ નામના છોકરા સાથે લગ્ન કર્યા. નવાઈની વાત એ છે કે થોડા દિવસો પહેલા આ છોકરીને ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે યુસુફથી દૂર રહેવાની સલાહ આપી હતી અને તેની સાથે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પણ બતાવી હતી. પરંતુ યુવતીએ પોતાનો વિચાર બદલ્યો નહીં.

આ મામલો ભોપાલના નયા બસેરા વિસ્તારનો છે. 19 વર્ષની યુવતી નર્સિંગની વિદ્યાર્થિની છે. તેના સંબંધીઓનો આરોપ છે કે તેમની પુત્રી રાગિણી (નામ બદલેલ છે)ને પાડોશમાં રહેતો યુસુફ નામનો યુવક ઉપાડી ગયો હતો. રાગિણીના લગ્ન 30 મેના રોજ થવાના હતા, પરંતુ તે પહેલા તે ઘરેણાં અને રોકડ ભેગા કરીને યુસુફ સાથે ઘરેથી નીકળી ગઈ હતી. યુસુફ રીઢો ગુનેગાર છે.

યુસુફ સામે અડધો ડઝનથી વધુ કેસ 
આરોપ છે કે યુસુફે તેની રાગિણીના નામે બેંક લોન લીધી છે, જેના હપ્તા પણ તે ચૂકવી રહી છે. પરિવારે આ મામલે શહેરના કમલા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ જ્યારે પોલીસે યુવતીને બોલાવીને તેની પૂછપરછ કરી તો તેણે પોતાની મરજીથી યુસુફ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસના જણાવ્યા અનુસાર યુસુફ સામે અડધો ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે અને તે વિસ્તારનો રીઢો ગુનેગાર છે. હાલ પરિવારજનો યુવતીને ઘરે પરત ફરવા માટે આજીજી કરી રહ્યા છે.

ADVERTISEMENT

સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે બતાવી ફિલ્મ 
આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે થોડા દિવસો પહેલા ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે પોતે યુસુફ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરનાર વિદ્યાર્થીનીને સમજાવી હતી. એટલું જ નહીં, બીજેપી નેતા વિદ્યાર્થીને ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ જોવા પણ લઈ ગયા હતા. પરંતુ આ પછી પણ તેણીએ પોતાનો નિર્ણય ન બદલ્યો અને યુસુફ સાથે ચાલી ગઈ.

    follow whatsapp

    ADVERTISEMENT