શાળા-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધની માગ સાથે યુવતીએ ઉપવાસ આદર્યા
તન્ઝીમ મુળ ગુજરાતની વતની અને લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવી ચુકી છે તન્ઝીમની માંગ છે કે શાળા-કોલેજોમાં તો હિજાબ પર સંપુર્ણ પ્રતિબંધ જરૂરી શાળા કોલેજો શિક્ષણ…
ADVERTISEMENT
- તન્ઝીમ મુળ ગુજરાતની વતની અને લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવી ચુકી છે
- તન્ઝીમની માંગ છે કે શાળા-કોલેજોમાં તો હિજાબ પર સંપુર્ણ પ્રતિબંધ જરૂરી
- શાળા કોલેજો શિક્ષણ મેળવવાના સ્થળ ત્યાં કોઇ ધર્મનો પ્રચાર કરવો યોગ્ય નહી
અમદાવાદ : મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવતી તનઝીમ મેરાણી હિજાબ પર પ્રતિબંધની માંગણી સાથે જયપુરમાં તેના પિતા સાથે ઉપવાસ પર બેઠી છે. લાલચોક પર તિરંગો લહેરાવનાર તનઝીમ હિજાબનો વિરુધ કરી રહી છે. તેઓ કહે છે કે તેઓ શિક્ષણ માટે શૈક્ષણિક સંસ્થાઓમાં જાય છે, ધર્મના પ્રચાર માટે નહીં.
મુળ ગુજરાતની વતની છે તન્ઝીમ મેરાણી
કર્ણાટક બાદ હવે રાજસ્થાનમાં હિજાબને લઈને શેરીઓથી લઈને ઘર સુધી હોબાળો મચી રહ્યો છે. હિજાબ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠવા લાગી છે. આ શ્રેણીમાં મુસ્લિમ સમુદાય સાથે સંબંધ ધરાવતી ગુજરાતની તનઝીમ મેરાણી તેના પિતા સાથે જયપુરમાં ઉપવાસ પર બેઠી છે. લાલચોક પર ત્રિરંગો લહેરાવનાર જૂથની જ મહિલા તનઝીમ હવે હિજાબનો વિરોધ કરી રહી છે.
શાળા-કોલેજમાં ભણવાનો ઉદ્દેશ્ય ધર્મ પાલનનો નહી
તન્ઝીમ મેરાણીનું કહેવું છે કે, શાળા કોલેજમાં વિદ્યાર્થીનીઓ શિક્ષણ માટે જાય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં જવાનો ઉદ્દેશ્ય અભ્યાસ હોય છે ન કે ધર્મના પ્રચાર અને પાલન માટે. જેના કારણે શાળા-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. મુખ્યમંત્રી ભજનલાલ શર્માના વિધાનસભા ક્ષેત્રમાં તંઝીમ 3 દિવસથી ઉપવાસ પર બેઠી છે. તેમને ધમકીઓ પણ મળી રહી છે.
ADVERTISEMENT
મારી વિરુદ્ધ અનેક ફતવાઓ આવી ચુક્યા છે
તન્ઝીમનો દાવો છે કે, ધમકીઓથી ડરશો નહીં. અગાઉ પણ ઘણા ફતવા જારી કરવામાં આવ્યા હતા પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને સમાન નાગરિક સંહિતા ટૂંક સમયમાં લાગુ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સમગ્ર દેશમાં આંદોલન શરૂ કરવાની ચિમકી
તનઝીમે કહ્યું કે, હું મુસ્લિમ સમુદાયમાંથી આવું છું. આનો અર્થ એ નથી કે મારે શાળા, કોલેજ અને સરકારી ઓફિસોમાં હિજાબ પહેરવું જોઈએ. તેથી રાજસ્થાનથી હિજાબ વિરુદ્ધ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જે સમગ્ર દેશમાં ચાલશે. તેના પિતા અમીર મેરાણીએ કહ્યું કે જે પણ ખોટું છે તે ખોટું છે.
ADVERTISEMENT
‘કાલે કોઈ મુસ્લિમ છોકરી કલેક્ટર બને તો…’
તન્ઝીમના પિતાએ દાવો કર્યો કે, મારી અને મારી પુત્રી વિરુદ્ધ ઘણા ફતવા બહાર પડાયા છે. પરંતુ ડરથી પરિવર્તન નહીં આવે. એટલા માટે તે પણ તેની દીકરી સાથે ખભે ખભા મિલાવીને ઉભો છે. કાલે મુસ્લિમ છોકરી કલેક્ટર બનશે તો શું તે હિજાબ પહેરીને ખુરશી પર બેસશે?
ADVERTISEMENT
ADVERTISEMENT