મારા મમ્મી ખુબ જ બિમાર છે ડોક્ટર ઘરે આવો… યુવતીએ ડોક્ટર સામે તમામ કપડા કાઢી નાખ્યા પછી…

ADVERTISEMENT

Honey Trap case
Honey Trap case
social share
google news

બરેલી : ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક પછી એક હનીટ્રેપના મામલા સતત સામે આવી રહ્યા છે. એવો જ એક કિસ્સો શહેરની એક પ્રાઇવેટ હોસ્પિટલનાં ડોક્ટર હનીટ્રેપમાં ફસાઇ ચુક્યા છે. પોલીસે કાર્યવાહીને અંજામ આપતા આરોપી યુવતી 22 વર્ષની હિમાનીની ધરપકડ કરીને જેલ મોકલી દીધી છે. આ મામલામાં ફસાયેલા ડોક્ટરનું આઘાતના કારણે મોત નિપજ્યું છે. પોલીસ અધિકારીએ લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારના કિસ્સાઓથી દુર રહે. શખ્ય હોય તો નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિકારીઓના સીયુજી નંબર પર કોલ કરીને ફરિયાદ કરે.

સમગ્ર મામલે બરેલીના સુભાષનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં એક ડોક્ટર પોતાનું ક્લિનીક ચલાવે છે. 10 ઓક્ટોબર 2022 ના રોજ ડોક્ટરની પાસે કોલ આવ્યો હતો. કોલ કરનારી યુવતીએ ડોક્ટરે કહ્યું હતું કે, તેણે બીએસસી નર્સિંગ કરી ચુકેલી છે, તેની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. તેથી તેણે નોકરીની માંગ કરી હતી. ડોક્ટરે વાત કરવા માટે સમય નથી તેવું કહીને કોલ કટ કર્યો હતો.

તે સાંજે આરોપી યુવતી હિમાની પોતાની મિત્રની સાથે ડોક્ટરના ક્લિનિક પર પહોંચી હતી. યુવતીએ પોતાની સ્ત્રી મિત્રની સાથે મળીને પોતાની પીડા વર્ણવી હતી.પોતાને નોકરી માટે મદદની વારંવાર અપીલ કરી હતી. 10 દિવસ બાદ હિમાનીએ ફરીથી ડોક્ટરને કોલ કર્યો અને કહ્યું કે, મારી માતાની તબિયત બગડી રહી છે. મને મદદની જરૂર છે. તમે જલ્દી મારા ઘરે આવો. હું પરેશાન છું. ફોન પર વાત કરવા દરમિયાન હિમાનીએ પોતાનું નામ પ્રિયા કહ્યું હતું.

ADVERTISEMENT

ડોક્ટર જ્યારે ઘરે પહોંચ્યા તો તેમને અંદરના રૂમમાં લઇ ગઇ હતી. ત્યાં ડોક્ટરની સાથે અશ્લીલ હરકતો કરવા લાગી હતી. તેણે પોતાના તમામ કપડા ઉતારી નાખ્યા હતા. તેટલી જ વારમાં એક મહિલા અને બે પુરૂષો રૂમમાં ઘુસી આવ્યા હતા. તે લોકોએ બળજબરી ડોક્ટરના કપડા પણ ઉતાર્યા હતા. બંન્નેને એક બેડ પર સુવડાવી દીધા હતા. બંન્નેની તસ્વીરો ખેંચી હતી. અશ્લીલ વીડિયો બનાવવા માટે પણ ડોક્ટરને મજબુર કર્યા હતા.

ત્યાર બાદ અશ્લીલ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેના એટીએમનો પાસવર્ડ પુછીને યુવતીએ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આમ ત્રણ ટ્રાન્ઝક્શન કરીને કુલ ડોઢ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ ડોક્ટરે એસએસપી બરેલીને કરી હતી. જો કે વારંવાર ધાક-ધમકીથી ડોક્ટર ખુબ જ આઘાતમાં હતા. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. જો કે પરિવારે કોઇ પોલીસ કાર્યવાહી વગર જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

ADVERTISEMENT

પોલીસે પ્રિયા ગંગવાર નામની યુવતીની ધરપકડ કરી હતી. જેનું અસલીનામ પુછપરછમાં હિમાની સામે આવ્યું હતું. તેણે ડોક્ટર ઉપરાંત આર્મી જવાન સહિત કુલ 8 લોકોને અત્યાર સુધીમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના થકી લાખો રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT