જર્મન વિદેશમંત્રીનું સ્વાગત જ ન થયું,સામાન્ય યાત્રીની જેમ ચાલતી પકડી, શું છે વાયરલ વીડિયોનું સત્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એનાલેના બેયરબોકે પોતાના વિમાનથી એકલા ઉતરી રહ્યા હોય તેવું જોઇ શકાય છે. તેઓ ઉતરે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે કોઇ પણ અધિકારી નથી આવેલા ઉપરાંત રેડ કાર્પેટ પણ નથી. જેના કારણે ભારત પર જર્મનીના મંત્રી સાથે અન્ય ગણમાન્ય વ્યક્તિ કરતા અલગ વ્યવહાર કરવાનો આરોપ લાગી રહ્યો હતો. જર્મનીના વિદેશ મંત્રીના કથિત રીતે ભારતમાં ઉતર્યા બાદ યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું નહોતું. આ વિવાદ વચ્ચે જર્મની રાજદુત, ફિલિપ એકરમેને સોમવારે કહ્યું કે, ભારતીય પ્રોટોકોલે આ સપ્તાહ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તેમાં કંઇ પણ ખોટું નથી.

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે
અન્નાલેના બેયરબોક 1 માર્ચથી શરૂ થયેલી G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવેલા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બેયરબોક નવી દિલ્હીમાં એકલા પોતાના વિમાનમાંથી ઉતરી રહ્યા હતા. જેમાં કોઇ રેડ કાર્પેટ નહોતી. કોઇ અધિકારી તેનું સ્વાગત કરવા માટે પણ આવેલા નહોતા. જેમાં ભારત પર જર્મન મંત્રીની સાથે અન્ય ગણમાન્યવ વ્યક્તિઓ સાથે અલગ વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.

ADVERTISEMENT

વિદેશી ગણમાન્ય લોકોના સ્વાગતનો પ્રોટોકોલ શું છે? બેરબોક સાથે શું છે?
વિદેશમંત્રીઓની આવવા જવા માટે પ્રોટોકોલમાં પ્રોટોકોલમાં એક રેડ કાર્પેટ અને અધિકારીઓની લાંબી લાઇનનો સમાવેશ થાય છે. જે આવતા જતા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરે છે. એવું ત્યારે હોય છે જ્યારે અતિથિ મંત્રી પોતાના સ્વયંકા વિમાનથી આવી રહ્યા હોય, ન કે વાણિજ્યિક વિમાન દ્વારા. સામાન્ય રીતે આગમન સંબંધિત દેશના દુતાવાસ અને વિદેશમંત્રાલયના પ્રોટોકોલ ડિવિઝનની વચ્ચે સમન્વિત હોય છે. જો કે વિમાનના સમયે પણ ક્યારેક અડધા કલાકની ત્રુટિ માર્જિત હોય છે. જેને પ્રોટોકોલ અધિકારીઓ દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે છે.

એકરમેને શું કહ્યું
જર્મન રાજદુતે સ્પષ્ટ કર્યું કે, આ ઘનટા એટલા માટે થઇ કારણ કે બેયરબોકનું વિમાન ઝડપથી ઉતર્યું હતું. જ્યારે મંત્રીને થોડા સમય માટે હવાઇ જહાજમાં પ્રતિક્ષા કરવા માટે જણાવવામાં આવ્યું. તેમણે આખરે જવાનો નિર્ણય લીધો. અમારે સમ્મેલન કેન્દ્રમાં સ્થાનાંતરિત કરવાના હતા અને તેઓ થોડા ઉતાવળમાં હતા. તેમણે નાસ્તો કર્યો અને પછી અનાયાસે જ તેઓ બિના રિસીવિંગ લાઇને વિમાન છોડવાનો નિર્ણય લીધો. તેનો ભારતીય પ્રોટોકોલ સાથે કોઇ લેવા દેવા નથી. હું ચોક્કસ કહીશ કે ભારતીય પ્રોટોકોલેઆ અઠવાડીયે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે. રાજદુતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિદેશમંત્રી દેખાડો કરવાવાળા વ્યક્તિ નથી. તેમને રિસિવિંગ લાઇન નહી હોવાનો કોઇ જ વાંધો કે વિરોધ નહોતો.

ADVERTISEMENT

મંત્રીએ બહાર આવીને કોઇ પ્રકારના રિસિવિંગ વગર ચાલતી પકડી
મંત્રી વિમાનથી બહાર આવી ગયા. તમે આ સોશિયલ મીડિયા પર એક નાના વીડિયો પર જોયું છે, તેઓ હંસી તેમણે ખુબ જ સારો સમય વિતાવ્યો, તેણે પોતાના માટે વિચાર્યું કે તે ખુબ જ રસપ્રદ હતું. અમારુ ખુબ જ સારુ સ્વાગત થયું. તેઓ આડંબર રાખે તેવા વ્યક્તિ નથી. એટલા માટે આ નાનકડી ઘટનાથી કોઇ સમસ્યા નથી. એકરમેનને તેમ કહેતા ઉદ્ધૃત કરવામાં આવ્યા હતા. જી 20 બેઠક માટે એક જ દિવસમાં અનેક વિદેશમંત્રી ઉતર્યા હતા. એટલા માટે હંમેશા મોડા પડવાની કે વહેલા આવવાની સંભાવના હતી. જે એવી સ્થિતિ પેદા કરતી હતી હતી કે પ્રતિનિધિમંડળ આવનારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે તૈયાર ન હોય.

ADVERTISEMENT

એક સાથે અનેક વિદેશીમંત્રીઓ આવતા સર્જાઇ ગડબડ
ભારત આવેલા વિદેશ મંત્રીઓમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, રશિયન વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ, ચીની વિદેશ મંત્રી કિન ગેંગ, ફ્રાંસના કૈથરીન કોલોના, બ્રિટનના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલી, ઇટાલીના વિદેશમંત્રી એટોનિયો તાજન, ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રીનો સમાવેશ થાય છે. પેની વોગ, સાઉદી વિદેશમંત્રી પ્રિંસ ફૈઝલ બિન ફરહાન, ઇન્ડોનેશિયાના રેટનો માર્સુડી, આર્જેન્ટિના વિદેશમંત્રી સૈટિયાગો કૈફિએરો, વિદેશ મામલાના અને સુરક્ષા નીતિ માટે યુરોપિય સંઘા ઉચ્ચ પ્રતિનિધિ જોસેફ બોરેલનો સમાવેશ થાય છે.

G 20 વિદેશ મંત્રીઓની બેઠકમાં શું થયું?
g 20 વિદેશમંત્રીઓની બેઠક 3 માર્ચે એક સંયુક્ત વિજ્ઞપ્તિ પર સંમત થવામાં અસમર્થ રહી કારણ કે એક તરફ અમેરિકાના નેતૃત્વવાળા પશ્ચિમી દેશો અને બીજી તરફ રશિયા ચીન દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધ પર મતભેદ હતા. બેંગલોરમાં જી20 નાણામંત્રીઓની બેઠક બાદ પણ એક વિજ્ઞપ્તિ સાથે નહોતા આવી શક્યા. બેઠક બાદ, વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, યુક્રેન સંઘર્ષ અંગે મતભેદ હતા જેને અમે ઉકેલી ન શક્યા જો કે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, બે પેરેગ્રાફને છોડીને બાકી તમામ મુદ્દાઓ પર 95 ટકા મુદ્દાઓ પર સામાન્ય સંમતી સધાઇ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT